Connect Gujarat
ગુજરાત

નવસારી: ગેંગરેપના નામે લૂંટ ચલાવતી અમદાવાદી મહિલાનો પર્દાફાશ, સુરતી નબીરાઓને બ્લેકમેલ કરી માંગ્યા હતા 5 કરોડ

નવસારી: ગેંગરેપના નામે લૂંટ ચલાવતી અમદાવાદી મહિલાનો પર્દાફાશ, સુરતી નબીરાઓને બ્લેકમેલ કરી માંગ્યા હતા 5 કરોડ
X

બહુચર્ચિત નવસારીના કસબા ગામના ફાર્મહાઉસમાં થયેલા ગેન્ગરેપમાં બે મહિને કોથળામાંથી બિલાડું નીકળ્યું ગેંગરેપનો દાવો કરતી મહિલાજ નીકળી ઠગ રૂપિયા માટે સુરતના નબીરાઓને કરી રહી હતી બ્લેક મેઈલ. સમગ્ર મામલો બહાર આવતા ઠગ મહિલા સહીત ૩ આરોપીઓને પોલીસે ઝડપીને કાયદેસરની કાર્યવાહી હાથધરી.

નવસારી શહેરના સાંઢ કુવા પોલીસ ચોકીમાં બેસીને ગેંગરેપની ફરિયાદ કરતી આ મહિલા તદ્દન જૂઠું બોલીને કાયદાનો દુરુપયોગ કરી રહી છે અસત્યની ઇમારત ચણીને રૂપિયા કમાવવાનો વેપલો કરી આ જૂઠી મહિલા જે નામે ઈશા ઈમાનદાર છે પરંતુ એની હરકત જોતા એ ઈમાનદારીની જગ્યાએ બેઈમાન લાગી રહી છે ત્યારે બે મહિના પેહલા ફરિયાદ નોંધાવવા આવેલી આ મહિલા મીડિયા સમક્ષ સહાનભૂતિ મેળવવા કેવું ચપ ચપ જુઠાણું ચાલવી રહી છે તે સાંભળવા જેવું છે.

મૂળ અમદાવાદનીઆ ઠગ મહિલા સુરતમાં આવીને શૈલેષ પાલડીયા સાથે બ્યુટીપાર્લરના વૈવસાય માં ભાગીદાર થવા આવી હતી અવાર નવાર મળવાનું થતું હતી જેથી શૈલેષના મિત્રો સાથે પરિચયમાં આવતા નવસારીના કસ્બામાં આવેલ ફાર્મહાઉસ માં પાર્ટી કરવા આવ્યા હતા અને પાર્ટી પત્યાબાદ ઈશા ઇમાનદારે શૈલેષના ત્રણ મિત્રોને ૫ કરોડ આપો નહીતો બદનામ કરવાની વાતો કરતા મામલો ૭૧ લાખમાં ડન થયો હતો પરંતુ રૂપિયાની ચુકવણી ન થતા ઈશા ઇમાનદારે ૩ ઈસમો સાથે મળીને ફાર્મ હાઉસમાં આવેલ નબીરાઓને ફસાવવાની તરકીબ કરીને પોલીસનું શરણું લીધું હતું અને તેની તપાસમાં મહિલા પોતેજ ફસાઈ ગઈ અને પોતે ઠગબાજ છે એવી સાબિતી પણ મળી જતા પોલીસે મહિલા ની છેતરામણીનો પર્દાફાશ કર્યો છે જેમાં ઠગ મહિલા સહીત ૩ લોકોની પોલીસે ઘરપકડ કરી છે જેમાં એક વકીલનો પણ સમાવેશ થાય છે.

અમદાવાદ હોય કે સુરત કે પછી નવસારી આ દેખાતી મહિલા બધી જગ્યાએ પોતાના હુસ્ન ના જોરે લોકોને ફસાવીને રૂપિયા પડાવવાનો ધંધો કરવામાં માહિર બની હતી અમદાવાદના બોપલમા હથિયાર નો ગુનો અને અમદાવાદના મહિલા પોલીસમાં લિવ ઈન રિલેશનમાં પણ લોકોને ફસાવી ચુકેલી આ મહિલા સાથે પરિવારની પણ સંડોવણી બહાર આવી છે મહિલાના માતા અને પિતાના બેન્ક ખાતામાં મોટો વહેવાર બહાર આવ્યો છે ત્યારે આ મહિલાને કડક સજા જ એક ઉપાય બન્યો છે.

Next Story