નવસારી: માછીમારો આજે દરિયાદેવનું પૂંજન કરી દરિયો ખેડવા થયા રવાના

New Update
નવસારી: માછીમારો આજે દરિયાદેવનું પૂંજન કરી દરિયો ખેડવા થયા રવાના
Advertisment

નવસારી જિલ્લાનો 52 કિલોમીટર નો દરિયા કિનારો માછીમારો માટે રોજગારીનું સાધન બની ગયો છે. નારિયેળીપૂનમ એટલે દરિયાની પૂજા કરી દરિયા દેવ ની પૂજા કરી દરિયામાં સુરક્ષા માટે પ્રાર્થના કરવાનો અનમોલ દિવસે દરિયામાં માછીમારી ના ઘંઘાની વિધિવત શરૂઆત કરી રહ્યા છે.

Advertisment

નવસારી અને વલસાડ જિલ્લાની ૧૨૦૦ થી વધુ ફિશિંગ બોટ ધરાવતા માછીમારોએ એમની રક્ષારક્ષાબંધનના દિવસે દરિયાની પુજા કરવાની પરંપરા જાળવી રાખી છે.જેમાં ધોલાઈ બંદર એ દક્ષિણ ગુજરાત ના માછીમારો માટે આર્શિવાદ રૂપે છે.ઘોલાઈ બંદરથી 1200 થી વધુ દરિયામાં માછીમારી કરવા જાય છે અને દક્ષિણ ગુજરાતના 25 હજાર લોકોને રોજગારી આપે છે. સમયની સાથે રાજય સરકાર મદદરૂપ થાય છે. જેને લઈ માછીમારો માછલી પકડવામાં માટે આધુનિક સાધનો નો પણ ઉપયોગ કરતા થયા છે. માછીમારી ના ઘંઘા થકી રોજગાર આપી કમાણી કરતા થયા છે. ત્યારે આજે માછીમારી કરવા જતાં માછીમારોના પરિવારો દ્વારા કળશ યાત્રા સાથે દરિયાદેવની ખાસ પૂજા કરવામાં આવી છે. દરિયો આજના દિવસથી પોતાનું બળ ઓછું કરે છે. જેથી આજના તહેવારને બળેવ તરીકે પણ ઓળખવામાં આવે છે 9 મહિના દરિયો માછીમારોને સાચવે અને ધંધો રોજગારી સારા પ્રમાણમાં આપે એ માટે ભવ્ય પૂજન કરવામાં આવે છે. માછીમારો માટે આજનો દિવસ એટલે ઉત્સાહ અને ઉમંગ નો દિવસ બની રહે છે.

Latest Stories