હરાજી ના કરાતા છેલ્લા ૩ વર્ષ થી વનવિભાગના લાખો ટન લાકડાને સડવાને આરે

New Update
હરાજી ના કરાતા છેલ્લા ૩ વર્ષ થી વનવિભાગના લાખો ટન લાકડાને સડવાને આરે

નેશનલ હાઇવે અને રાજ્યધોરી માર્ગોને પોહળા કરવા માટે વિકાસના નામ પર વૃક્ષોનું છેદન કરીને માર્ગો બનાવવામાં આવતા હોય છે. જેમાં કપાયેલા વૃક્ષોને સામાજિક વનીકરણ વિભાગ દ્વારા સ્ટોર કરીને આવક ઉભી કરવામાં આવે છે. પરંતુ નવસારી સામાજિક વનીકરણ વિભાગમાં લખો ટન લાકડા સડી જવાની તૈયારીઓ કરી રહ્યા છે.

છેલ્લા ૩ વર્ષથી વિકાસના નામે કપાયેલા વૃક્ષોના લાકડાઓ સામાજિક વનીકરણ વિભાગ દ્વારા નવસારી ના સદલાવ ગામે રાખી મુકવામાં આવે છે જે નો યોગ્ય નિકાલ કરવામાં વિભાગ પાછળ રહ્યો છે. જ્યારે એ.બી.પી. અસ્મિતાની ટિમ દ્વારા અધિકારીને સમગ્ર મામલા માટે પૂછ્યું ત્યારે અધિકારીઓને સમગ્ર મામાની ખબર નહોતી. ત્યારે વન વિભાગની આડસાઈ કે બેદરકારી બહાર આવી છે. જો આ લાકડા કોહવાઈ જાય પેહલા નિકાલ કરવામાં આવે તો રાજ્યસરકાર ને ફાયદો થાય એમ છે. ઠંડી કે ગરમી કરતા ચોમાસામાં લાકડા સાચવવા અઘરા બને છે જેમાં લાકડામાં સડો લાગી જતો હોય છે.