નવસારી : મીનકુનિયા ગામે અજાણ્યા શખ્સોએ કર્યું એક ઈસમ ઉપર ફાયરિંગ, પોલીસ દ્વારા તલસ્પર્શી તપાસ શરૂ

New Update
નવસારી : મીનકુનિયા ગામે અજાણ્યા શખ્સોએ કર્યું એક ઈસમ ઉપર ફાયરિંગ, પોલીસ દ્વારા તલસ્પર્શી તપાસ શરૂ

નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના મીનકુનિયા ગામે અજાણ્યા શખ્સો દ્વારા એક ઈસમ ઉપર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. બનાવના પગલે પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી જઈ વધુ તપાસ હાથ ધરી હતી.

મળતી માહિતી અનુસાર, વાંસદા તાલુકાના મીનકુનિયા ગામે એક ઈસમ ઉપર અજાણ્યા શખ્સોએ ફાયરિંગ કર્યું હતું. જોકે ફાયરિંગની ઘટનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી, ત્યારે ઘટનામાં ઇસમને 2 ગોળી વાગતા ગંભીર હાલતમાં સારવાર અર્થે વાંસદાની હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

સમગ્ર બનાવની જાણ થતાં જ નાયબ પોલીસ અધિક્ષક સહિતનો પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી તપાસમાં જોતરાયો હતો. તો બીજી તરફ ઈજાગ્રસ્તની હાલત બગડતા વધુ સારવાર અર્થે વલસાડ ખસેડવામાં આવ્યો હતો, ત્યારે હાલ તો અજાણ્યા શખ્સોએ ફાયરિંગ કયા કારણોસર કર્યું છે તે દિશામાં પોલીસ દ્વારા તલસ્પર્શી તપાસ શરૂ કરવામાં આવી છે.