Connect Gujarat
ગુજરાત

નેત્રંગ: દીપડાનું બચ્ચુ વૃક્ષની ડાળીઓ ઉપરથી પડતા કૂતરાના ટોળાએ બનાવ્યો શિકાર

નેત્રંગ: દીપડાનું બચ્ચુ વૃક્ષની ડાળીઓ ઉપરથી પડતા કૂતરાના ટોળાએ બનાવ્યો શિકાર
X

નેત્રંગ તાલુકાના બલદવા ગામે દીપડાનું બચ્ચુ વૃક્ષની ડાળીઓ ઉપરથી પડતા અને કૂતરાના ટોળાએ ઘાયલ દીપડાનો શિકાર કરતા ચકચાર મચી જવા પામી હતી.

પ્રાપ્ત માહિતી મુજબ ભરૂચ જિલ્લાના જંગલ વિસ્તારમાં આવેલા વાલિયા, ઝયડિયા અને નેત્રંગ તાલુકો વન્ય પ્રાણીઓના વસવાટ માટે અભિયારણર બની જવા પામ્યુ છે. જેમાં છેલ્લા કેટલાક વર્ષોથી માનવ વસ્તી ઉપર જીવલેણ હુમલા સહિત દિન- દહાડે નજરે પડવાની ઘટના પ્રકાશમાં આવી રહી છે. જેમાં મુખ્યત્વે નેત્રંગ તાલુકાના અંતિરયાળ વિસ્તારમાં આવેલા બલડવા ગામના જંગલ વિસ્તારમાં એક દીપડાનું સાત- આઠ માસનું બચ્ચુવૃક્ષની ડાળી ઉપર ચડી ગયુ તું. જયાં અચાનક જ વૃક્ષની ડાળો તૂટી પડતા દીપડાનું બચ્ચું સીધુ જમીન ઉપર પડેલ પથ્થર ઉપર પટકાતા માથાના અને શરીરના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા હલન ચલન નહીં કરી શકવાના કારણે ત્યાં પડી રહ્યું હતું. જેનો લાભ પાંચ- છ ફૂતરાના ટોળાએ ઉઠાવતા ઘાયલ દીપડાનો શિકાર કરી મોતને થાટ ઉતારી દેવામાં આવ્યો હતો.

જયારે ઘટનાની વાયુવેગે વાત પ્રસરતા લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા.તેઓએ કૂતરાના ટોળાએ હાંકી કાઠયા હતા. જયારે નેત્રંગ વન વિભાગના આરએફઓ સરફરાઝ ઘાંચીને બનાવની માહિતી મળતા વન વિભાગના કર્માઓ સાથે તાત્કાલિક થટના સ્થળ ઉપર દોડી આવતા મૃતક દીપડાના બચ્ચાનું પીએમ સાથે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. વૃક્ષની ડાળી ઉપરથી દીપડાનું બચ્ચુ પડતાં માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા બેઇન હેમરેજ થયાનું બહાર આવ્યુ હતું.

Next Story
Share it