Connect Gujarat
સમાચાર

U-19 WC: ચેમ્પિયન U-19 ભારતીય મહિલા ટીમનું દિલ્હી એરપોર્ટ પર ઉષ્માભર્યું સ્વાગત..!

T20 વર્લ્ડ કપ જીતનાર ભારતીય મહિલા અન્ડર-19 ટીમનું દિલ્હી એરપોર્ટ પર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

U-19 WC: ચેમ્પિયન U-19 ભારતીય મહિલા ટીમનું દિલ્હી એરપોર્ટ પર ઉષ્માભર્યું સ્વાગત..!
X

T20 વર્લ્ડ કપ જીતનાર ભારતીય મહિલા અન્ડર-19 ટીમનું દિલ્હી એરપોર્ટ પર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ટીમ ગુરુવારે દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ (IGI) એરપોર્ટ પર પહોંચી હતી. ત્યાં ઢોલ વગાડીને ખેલાડીઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ભારતે તાજેતરમાં ફાઇનલમાં ઇંગ્લેન્ડને હરાવીને ટાઇટલ જીત્યું હતું. તે મહિલા અન્ડર-19 T20 વર્લ્ડ કપની પ્રથમ આવૃત્તિ હતી.

ચાહકોએ પણ ખેલાડીઓ પર ફૂલોની વર્ષા કરી અને ખૂબ જ ઉત્સાહ અને ઉમંગથી તેમનું સ્વાગત કર્યું. આ પહેલા બુધવારે અમદાવાદમાં ભારતીય મહિલા અંડર-19 ટીમનું બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા (BCCI) દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આયોજિત સન્માન સમારોહમાં BCCIએ ખેલાડીઓને ઈનામ તરીકે પાંચ કરોડ રૂપિયા આપ્યા. આ કાર્યક્રમમાં સચિન તેંડુલકર, BCCI પ્રમુખ રોજર બિન્ની, ઉપાધ્યક્ષ રાજીવ શુક્લા અને સચિવ જય શાહ હાજર રહ્યા હતા.

Next Story