ઓલપાડ: સાંધીએર ગામમાં ખેડૂતના ગોડાઉનમાં લાગી આગ

New Update
ઓલપાડ: સાંધીએર ગામમાં ખેડૂતના ગોડાઉનમાં લાગી આગ

ઓલપાડ તાલુકાના સાંધીએર ગામમાં એક ખેડૂતના ગોડાઉનમાં

આગ લાગતા અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. બે ટ્રેકટર અને એક બાઇક આગમાં સ્વાહા થઇ

ગયાં હતાં.

સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના સાંધીએર ગામે મોડી

રાત્રે આગ લાગવાની ઘટના બની હતી. ગામના જ ખેડૂતના ગોડાઉનમાં શોર્ટ સર્કિટ થઇ જતાં

આગનું તાંડવ જોવા મળ્યું હતું. પવનના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતાં બે

ટ્રેકટર અને એક બાઇક આગમાં સ્વાહા થઇ ગયાં હતાં. ગામના લોકોએ દોડી આવી પાણીનો મારો

ચલાવી આગને કાબુમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. પવનના કારણે આગ વિકરાળ બની જવાના

કારણે મોટી નુકશાની થઇ હતી.