/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2016/09/Narendra_Modi_91.jpg)
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રેડિયો કાર્યક્રમ મન કી બાત થકી દેશવાસીઓને 24મી વખત સંબોધન કર્યું હતુ. તેઓએ આ પ્રસંગે ઉરીના આતંકી હુમલામાં શહીદ જવાનો ને શ્રદ્ધાંજલિ આપી હતી.
PM મોદીએ જણાવ્યુ હતુ કે ઉરી હુમલા બાદ દેશ દુઃખી છે, લોકોમાં આક્રોશ છે ત્યારે દોષીઓ ને બક્ષવામાં નહિ આવે તેમજ મોદીએ ભારતીય સેના ઉપર વિશ્વાસ છે અને સેનાના જવાનો પર ગર્વ ની લાગણી તેઓ એ વ્યક્ત કરી હતી.
મોદીએ વધુમાં જણાવ્યુ હતુ કે કાશ્મીરની ભાવિ પેઢી માટે ઉત્તમ માર્ગ શોધીશુ,કાશ્મીર ના લોકો શાંતિ ઇચ્છે છે. જયારે પ્રધાન મંત્રી મોદીએ નવસારી ના કાર્યક્રમ નો ઉલ્લેખ કરી ને જણાવ્યુ હતુ કે નવસારીમાં મને અદભુત અનુભવ થયો છે, અંધ દીકરીઓએ મને રામાયણ સંભળાવી હતી, તેમજ કાર્યક્રમ માં નોંધાયેલા વર્લ્ડ રેકોર્ડ નો ઉલ્લેખ પણ તેઓએ કર્યો હતો.
આ ઉપરાંત મોદી ને સ્વચ્છતા પ્રત્યે ની દેશના નાગરિકો માં જાગૃતતા વધી છે તેમજ સ્વચ્છતા માટે 1969 હેલ્પલાઇન નંબર પણ તેઓએ જણાવ્યો હતો. તેમજ 2જી ઓક્ટોબરે સફાઈ અભિયાન કાર્યક્રમમાં લોકો જોડાશે અને સ્વચ્છતા અભિયાન ને સારો પ્રતિસાદ મળશે તેઓ આશાવાદ પણ વ્યક્ત કર્યો હતો. તેમજ પેરાલિમ્પિક ના ખેલાડીઓ ને ભારતનું ગૌરવ ગણાવીને તેઓને મોદીએ શુભેચ્છા પાઠવી હતી.