Connect Gujarat
દેશ

પીએમ મોદી આજે કાનપુર પહોંચશે, નમામી ગંગે પ્રોજેક્ટની સમીક્ષા સાથે ગંગામાં કરશે નૌકાવિહાર

પીએમ મોદી આજે કાનપુર પહોંચશે, નમામી ગંગે પ્રોજેક્ટની સમીક્ષા સાથે ગંગામાં કરશે નૌકાવિહાર
X

વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે કાનપુર પહોંચશે અને

નમામી ગંગે પ્રોજેક્ટની સમીક્ષા કરશે. રાષ્ટ્રીય ગંગા પરિષદની બેઠક ઉપરાંત અટલ ઘાટ

જશે અને ગંગામાં ખાસ સ્ટીમર સાથે 50 મિનિટ સુધી નૌકાવિહાર કરશે. આ બેઠકમાં 12 કેન્દ્રીય પ્રધાનો, કેન્દ્રીય વિભાગોના 9 સચિવો, ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન, ઉત્તરાખંડના મુખ્ય પ્રધાન અને બિહારના મુખ્ય પ્રધાનને

પણ આ બેઠકમાં હાજરી આપવા બોલાવાયા છે.

એવું કહેવામાં આવી રહ્યું છે કે બે રાજ્યો જ્યાંથી ગંગા પસાર થાય છે એટલે કે પશ્ચિમ બંગાળ અને ઝારખંડના મુખ્ય પ્રધાનો શનિવારે યોજાનારી આ બેઠકમાં ભાગ નહીં લે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ હજી સુધી આ બેઠકમાં ભાગ લેવાની મંજૂરી આપી નથી, જ્યારે ઝારખંડના મુખ્ય પ્રધાન રઘુવરદાસ વિધાનસભાની ચૂંટણીમાં વ્યસ્ત છે.

કાનપુરના પોલીસ અધિક્ષક રાજ કુમાર અગ્રવાલે જણાવ્યું હતું કે, પીએમ મોદી કાનપુરના ચકેરી એરપોર્ટ પહોંચશે અને ત્યારબાદ હેલિકોપ્ટર દ્વારા સીએસએ યુનિવર્સિટી જશે. રાષ્ટ્રીય ગંગા પરિષદની બેઠક ઉપરાંત પીએમ મોદી અટલ ઘાટ જશે અને 50 મિનિટ સુધી ખાસ સ્ટીમર સાથે ગંગામાં નૌકાવિહાર કરશે. મોદીની નૌકાવિહાર માટે ડબલ ડેકર સ્ટીમર વારાણસીથી કાનપુર લાવવામાં આવ્યું છે.

તેમની મુલાકાત દરમિયાન વડા પ્રધાન મોદી 'નમામિ ગંગે' પ્રોજેક્ટને લઈને કેટલીક ઘોષણાઓ પણ કરી શકે છે. આ પ્રોજેક્ટ છેલ્લા કેટલાક

વર્ષોમાં નદીના પાણીમાં કોઈ ફેરફાર લાવવામાં નિષ્ફળ ગયો છે. કાનપુરના ગોમુખથી

ગંગાસાગર તરફ વહેતી આ નદીનો ભાગ સૌથી પ્રદૂષિત માનવામાં આવે છે.

Next Story