/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/08/maxresdefault-43.jpg)
વાપીના નિઝર ખાતે સરકાર દ્વારા યોજાયેલ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી પ્રસંગે પધારેલા મુખ્ય મંત્રીએ મુલાકાત દરમિયાન રાજકોટ મગફળી કૌભાંડ મુદ્દે આકરા તેવર બતાવ્યા હતા.
સી.એમ. વિજય રૂપાણીએ રાજકોટ મગફળી કૌભાંડ મુદ્દે જણાવ્યું કે, સરકારે અગાઉ પણ કીધુ છે અને આજે પણ તેનો પુનરોચ્ચાર કરૂં છું કે અમે કૌભાંડ આચરનારા કોઇને પણ છોડવા માંગતા નથી. સમગ્ર મામલાની ઘનીષ્ઠ તપાસ થઈ રહી છે. જેમાં અત્યાર સુધીમાં ૩૦ જેટલા લોકોની ધરપકડ પણ થઈ છે. ડિપાર્ટમેન્ટો વિવિધ સ્થળે તપાસ કરી રહ્યા છે.
પછીએ ગમે તે પક્ષનો હોય કોંગ્રેસનો હોય કે ભાજપાનો હોય કોઇને છોડવામાં નહીં આવે. કારણ કે, હવે દુધનું દુધ અને પાણીનું પાણી થતું જાય છે. જે મગફળીઓની ખરીદી થઈ તે મગફળીઓનું નાફેડ દ્વારા વેચાણ થઈ રહ્યું છે. એટલે સ્વાભાવિક છે કે, ખરાબ માલ હશે ત્યાં હોહાપો થશે.
વધુમાં તેમણે કહ્યું કે, જે રીતે પેડલામાં દ્રષ્ય થયું અને એના આધારે આ મંડળીઓવાળા, નાફેડના લોકો, ગુજકોટના લોકો જે સંડોવાયેલા હતા તે બધાને ઇન્વેસ્ટીગેશનના કારણે, ઇન્ટ્રોગેશના કારણે બધાની ધરપકડ પણ થઈ છે. વધુ તપાસ ચાલી રહી છે. હજુ જેમ-જેમ માલ વેચાશે ત્યાં જયાં-જયાં નબળી મગફળીની વાત હશે એ કોઇને છોડવામાં નહિં આવે અને બધા ઉપર કડકમાં કડક પગલા લઈ સરકાર આગળ વધી રહી છે.