Connect Gujarat
ગુજરાત

રાજકોટઃ તાલુકા પંચાયતની સમીક્ષા બેઠકમાં મારામારી, લમણે તાકી બંદુક

રાજકોટઃ તાલુકા પંચાયતની સમીક્ષા બેઠકમાં મારામારી, લમણે તાકી બંદુક
X

17 સભ્યોએ રજૂઆથ કરતાં સામાજીક ન્યાય સમિતિનાં અધ્યક્ષ વચ્ચે પડ્યા ને થઈ બાબલ

રાજકોટ તાલુકા પંચાતમાં આજરોજ બજેટ ફાળવણી માટે પુનઃ સમીક્ષા બેઠક મળી હતી. જેમાં કેટલાંક સમભ્યો ગ્રાન્ટ ફાળવણી માટે રજૂઆત કરવા જતાં સામાજીક ન્યાય સમિતિનાં અધ્યક્ષ વચ્ચે પડતાં મારામારીનાં દ્રશ્યો સર્જાયા હતા.

રાજકોટ તાલુકા પંચાયતમાં ગ્રાન્ટની ફાળવણીને લઇને સર્જાયા મારામારીના દ્રશ્યો. ભાજપ શાસિત તાલુકા પંચાયતમાં રૂપિયા 3.5 કરોડની ગ્રાન્ટ ફાળવણી બાબતે વાત વણસી હતી. જે મારામારી સુધી પહોંચી હતી. તાલુકા પંચાયતમાં બોપોરે 2.15 વાગ્યે પુનઃસમીક્ષા મિટિંગ દરમિયાન સર્જાઈ હતી મારામારી.

તાલુકા પંચાયતના 17 સભ્યોની ટીમ સાથે હરદેવસિંહ જાડેજા દ્વારા ગ્રાન્ટ બાબતે રજુઆત કરવામાં આવી હતી. જેમાં સામાજિક ન્યાય સમિતિના ચેરમેન વચ્ચે પડતાં જીતુ રાઠોડના લમણે બંદુક પણ મુકવામાં આવી હતી. લમણે બંદુક મૂકાતાં એક તબક્કે વાતાવરણ તંગ બન્યું હતું. માધાપર, ખોખડદળ અને સરધાર ગામને રૂપિયા 1 કરોડ થી વધુ ની ગ્રાન્ટ આપવામાં આવી છે. SC , ST ના સરપંચ હોય તેવા 10 ગામોને કોઈ ગ્રાન્ટ આપવામાં આવી નથી. જે બાબતે રજુઆત કરવામાં આવતાં આ મારામારીનાં દ્રશ્યો સર્જાયા હતા.

Next Story
Share it