Connect Gujarat
ગુજરાત

રાજકોટ :એનિમલ હોસ્ટેલમા પાણી અને ઘાસચારાના અભાવે પશુઓને હાલાકી, માલધારીઓએ અવેડામા બેસી કર્યા ધરણા

રાજકોટ :એનિમલ હોસ્ટેલમા પાણી અને ઘાસચારાના અભાવે પશુઓને હાલાકી, માલધારીઓએ અવેડામા બેસી કર્યા ધરણા
X

રાજકોટ સહિત સમગ્ર રાજ્યભરમા સુર્ય નારાયણ પોતાનો આકરો મિજાજ બતાવી રહ્યા છે. ત્યારે તાપમાનનો પારો 43 ડિગ્રીને પાર પહોંચ્યો છે. રાજકોટમા સતત બિજા દિવસે ઓરેન્જ એલર્ટ આપવામા આવ્યુ છે. ત્યારે ગરમીથી લોકો તો શેકાય રહ્યા છે.

પરંતુ રાજકોટની એનિમલ હોસ્ટેલમા સુવિધાના અભાવે મુંગા અબોલ જીવ પણ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ન તો શુધ્ઘ પિવાના પાણીના વ્યવસ્થા કે ન તો ખાવા માટે પુરતો ઘાસચારો. ન તો છતની કોઈ સુવિઘા ન તો ધ્યાન રાખનાર કોઈ રખેવાળ. ત્યારે મુંગા અબોલ જીવની વહારે આવ્યા માલધારીઓ અને ખાલી પડેલ અવેડામા કર્યા ધરણા.

સતત બે કલાકથી પણ વધુ માલધારીઓ 43 ડિગ્રી તાપમાનમા અવેડામા બેસ્યા બાદ તંત્રના આંખ ઉઘ઼ડતા અવેડાની સાફ સફાઈ કરાવી તો સાથે જ પીવાનુ શુધ્ધ પાણી ગાયોને પિવા માટે આપ્યુ. પરંતુ ઘાસચારાની વ્યવસ્થા ગોઠવવા બે દિવસનો સમય માંગ્યો છે.

Next Story