Connect Gujarat
ગુજરાત

રાજકોટઃ વર્લ્ડ કપની ભારતીય ક્રિકેટ ટીમમાં ગુજ્જુ રવિન્દ્ર જાડેજાની પસંદગી થતા પરિવારમાં ખુશીની લહેર

રાજકોટઃ વર્લ્ડ કપની ભારતીય ક્રિકેટ ટીમમાં ગુજ્જુ રવિન્દ્ર જાડેજાની પસંદગી થતા પરિવારમાં ખુશીની લહેર
X

ભારતીય ક્રિકેટ ટીમમાં ગુજરાત નું ગૌરવ એવા "સર"ના ખિતાબ થી ઓળખાતાં ઓલ રાઉન્ડર ક્રિકેટર રવિન્દ્ર જાડેજાની ભારતીય ક્રિકેટ ટીમ માં પસંદગી થતા એમના પરિવાર સહિત સમગ્ર રાજકોટ પંથકમાં ખુશીની લહેર વ્યાપી ગઈ છે. છેલ્લા ઘણા સમયથી રવિન્દ્ર જાડેજાનું પર્ફોમન્સ ભારતીય ક્રિકેટના તમામ ફોર્મેટમાં સારું રહ્યું છે અને હાલ ચાલી રહેલ IPL માં પણ રવિન્દ્ર જાડેજાનું પર્ફોમન્સ સારૂ રહેતા BCCI ના પસંદગીકારોએ ફરી એક વાર રવિન્દ્ર જાડેજાને પસંદ કર્યો છે.

આ અંગે કનેકટ ગુજરાત સાથેની એક વાતચીતમાં રવિન્દ્ર જાડેજાની બહેન નયનાબા જાડેજાએ ખુશી વ્યકત કરતા કહ્યું કે, મારા ભાઇનું વલ્ડ અપમાં સિલેકશના થાય તે માટે અમોએ માઆશાપુરા માતાજીને પ્રાર્થના કરી હતી. જે માતાજીએ સાંભળી અને મારા ભાઇનું સીલેક્શન થયું જેની બેહદખુશી છે. વલ્ડ કપમાં મારો ભાઇ રવિંન્દ્ર ખુબ સારૂ પર્ફોમન્સ આપી વર્લ્ડ કપ અપાવે તેવી આશા. રવિનું સિલેકશન થતા તેના પત્ની રિવાબાએ પોતાનીખુશી વ્યકત કરી જણાવ્યું હતું કે, મને એનીવર્સરીની બેસ્ટ ગીફ્ટટ મળી છે.જેની મને જે બેહદ ખુશી છે.બીજી તરફ રવિન્દ્રજાડેજાનું સ્લેકશનથી તેના પરિવારમાં ખુશીની લહેર છવાઇ હતી તો સાથે મિત્રો અને પ્રસંશકો દ્વારા તેના ઉપર શુભેચ્છાઓનો વરસાદ વરસ્યો હતો.

Next Story