/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/05/maxresdefault-445.jpg)
રાજકોટના ધોરાજીમાં હનિટ્રેપનો બનાવ સામે આવ્યો છે. જેમાં લેડી ડોન પાયલ બુટાણીનું નામ સામે આવ્યું છે. પાયલ બુટાણીએ વેપારીને બળાત્કારના કેસમાં ફસાવવાની ધમકી આપી 15 લાખ રૂપિયાની માંગ કરી હતી. જેમાં પોલીસે કુખ્યાત લેડી ડોન પાયલ બુટાણીની ધરપકડ કરી છે.
રાજકોટ-ધોરાજીની કુખ્યાત પાયલ બુટાણીની ટોળકીએ એક વેપારીને શિકાર બનાવ્યો હતો. ત્યારબાદ વેપારીને બળાત્કારના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી. વેપારીને હનિટ્રેપમાં ફસાવ્યા બાદ પાયલ બુટાણી અને તેની ટોળકીએ વેપારી પાસેથી રૂપિયા 15 લાખની માંગ કરી હતી.
આ ઘટના મામલે વેપારીએ ધોરાજી પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી. ત્યારે ધોરાજી પોલીસે આ મામલે લેડી ડોન પાયલ બુટાણી અને અન્ય એક મહિલા સહિત પાંચ લોકોની ધરપકડ કરી છે. જોકે, લેડી ડોન પાયલ બુટાણીનું નામ અગાઉ પણ અનેક ગુનાઓમાં પોલીસ ચોપડે ચઢી ચુક્યું છે. આ મામલે પોલીસે મંગળવારે લેડી ડોન પાયલ સહિત પાંચ લોકો સામે વધુ કાર્યવાહી હાથ ધરી છે.