રાજકોટ : આંગડીયા પેઢીના કર્મી પર ખંજવાળનો પાવડર નાંખી 11.99 લાખની લૂંટ

0
56

રાજકોટના મવડી રોડ પર બુધવારે મોડી રાત્રે આંગડીયા પેઢીના કર્મચારી પાસેથી 11 લાખ રૂપિયા ઉપરાંતની રોકડ રકમની લૂંટ થયાની ઘટના સામે આવી છે. બાઇક પર આવેલા બે લૂંટારૂઓએ કર્મચારીના શરીર ઉપર ખંજવાળ આવે તેવો પાવડર નાંખી લૂંટને અંજામ આપ્યો હતો.

રોણકી ગામનો રહેવાસી અને મારબલ કંપનીમાં નોકરી કરતો મહેશ વસાણી નામનો કર્મચારી પી. એમ. એન્ટરપ્રાઈઝ નામની આંગડીયા પેઢીમાં કંપનીના 10 લાખ રૂપિયા લેવા આવ્યો હતો. મહેશ રૂપિયા લઈ આંગડીયા પેઢી બહાર નીકળ્યો હતો ત્યારે બાઇક પર આવેલાં બે અજાણ્યા યુવાનોએ તેના શરીર પર ખંજવાળ આવે તેવો પાવડર નાંખી દીધો હતો. બંને યુવાનો તેની પાસે રહેલું 10 લાખ રૂપિયા ભરેલું તથા સ્કુટરની ડીકીમાં રાખેલું 1.99 લાખ રૂપિયા ભરેલી બેગ લઇને નાસી છુટયાં હતાં. લૂંટાયેલા કર્મચારીએ જાણ કરતા ક્રાઇમ બ્રાન્ચ, એસ.ઓ.જી અને માલવીયનગર પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને તપાસ શરૂ કરી હતી. પોલીસે બાઇક પર ફરાર થઇ ગયેલા બંને લૂંટારૂઓનું પગેરૂ મેળવવા માટે આસપાસના સીસીટીવી ફૂટેજ આધારે તપાસ શરૂ કરી હતી. છે. પોલીસને આ લૂંટ પાછળ છારા ગેંગના સાગરીતો હોવાની આશંકા છે. ફરીયાદી મહેશ સવાણીની પણ ઉલટ તપાસ કરવામાં આવી રહી છે.

Love ni love stories movie

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here