Connect Gujarat
ગુજરાત

રાજકોટમાં વધુ એક લૂંટની ઘટના આવી સામે, સમગ્ર ઘટના CCTVમાં થઈ કેદ

રાજકોટમાં વધુ એક લૂંટની ઘટના આવી સામે, સમગ્ર ઘટના CCTVમાં થઈ કેદ
X

  • અટીકા ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં વધુ એક લૂંટ

  • સલૂજા ટ્રાન્સપોર્ટ નામની ઓફિસમાં કરાઈ લૂંટ

  • બાઈકમાં આવેલ ત્રણ શખ્સોએ હુમલો કરી ચલાવી લૂંટ

  • 1લેપટોપ, સોનાનો ચેન, રોકડ રૂપિયા સહિતની લૂંટ ચલાવી,

  • ઘટના સીસીટીવીમાં કેદ

આમ તો સૌરાષ્ટ્રનું પાટનગર રાજકોટ રંગીલું કહેવાય છે. પરંતુ રંગીલા રાજકોટમાં ક્રાઇમ થયો નહીં હોય તેવો તો ભાગ્યે જ દિવસ જોવા મળે. ત્યારે રંગીલા રાજકોટમાં વધુ એક વખત લૂંટની ઘટનાને ગુનેગારો દ્વારા અંજામ આપવામા આવ્યો.

રંગીલા રાજકોટમાં ચોવીસ કલાક ધમધમતી અટીકા ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં આવેલ ઘનશ્યામનગરની ઘટના છે. કે જ્યાં સલૂજા ટ્રાન્સપોર્ટના માલિક બલદેવ સલૂજા પર ત્રણ જેટલા શખ્સોએ હુમલો કર્યો હતો. હુમલો કરી આરોપીઓએ કારની ચલાવીની, 1 લેપટોપ, સોનાનો ચેન, રોકડ રૂપિયા સહિતની લૂંટ ચલાવી ફરાર થઈ ચૂક્યા હતા. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ પણ થઈ હતી. બાદમાં ફરિયાદીએ ભક્તિનગર પોલીસને જાણ કરતા તેને તપાસ શરૂ કરી હતી અને આરોપીઓને પકડવા ચક્રો ગતિનામ કર્યા હતા.

ફરિયાદીના જણાવ્યા પ્રમાણે સાંજના 7 વાગ્યા આસપાસ અટીકા ઇન્દ્રાસ્ટ્રીઝમાં આવેલ સલૂજા ટ્રાન્સપોર્ટ પર બે ભાઈઓ કામ કરી રહ્યા હતા. તે દરમિયાન બાઈક પર આવેલ ત્રણ અજાણ્યા શખ્સો ઓફિસમાં ઘુસી આવ્યા હતા અને અચાનક છરી બતાવી લેપટોપ અને રોકડની માંગણી કરતા ફરિયાદી અને આરોપી વચ્ચે હાથપાઈ શરૂ થઈ હતી જેમાં બળદેવ નામના યુવકને હાથ અને માથાના ભાગે છરી લાગતા તેંમને સારવાર હેઠળ હોસ્પિટલે ખસેડાયા હતા બાદમાં ઘાયલ યુવકની ફરિયાદ પર થી પોલીસે ત્રણ આરોપીઓને પકડવા પોતાના ચક્રોગતિમાન કર્યા છે.

હાલ તો ભક્તિનગર પોલીસને ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પરંતુ રાજકોટના અટિકા ઇન્દ્રસ્ટ્રીઝ વિસ્તારમાં નાના મોટી લૂંટની ઘટનાને અંજામ આપતો જોવા મળી રહ્યો છે ત્યારે જોવું એ રહ્યું કે આરોપીઓ પકડાયા બાદ પોલીસ તેને કરે કેટલા ગુનાઓ ઉકેલી શકે છે.

Next Story