રાજકોટ: નાણાવટી ચોક પાસે યુવકની થયેલ હત્યા મામલે પોલીસે ૪ આરોપીઓની કરી ધરપકડ

New Update
રાજકોટ: નાણાવટી ચોક પાસે યુવકની થયેલ હત્યા મામલે પોલીસે ૪ આરોપીઓની કરી ધરપકડ

રંગીલુ રાજકોટ ફરી એક વાર રક્તરંજીત થયુ છે. જયાપાર્વતીના જાગરણને કારણે એક તરફ રાજકોટમા રાત્રીના જાણે દિવસ ઉગ્યો હોઈ તેવો માહોલ સર્જાયો હતો. તો બિજી તરફ રાજકોટના નાણાવટ્ટી ચોક પાસે આવેલ જાસલ કોમ્પલેક્ષના પંટાગણમા ખેલાયો હતો ખુની ખેલ. જી, હા એકટીવા અથડાવા જેવી નાની બાબતમા મામલો બિચકાતા હત્યામા પરિણમ્યો હતો.

ત્યારે રાજકોટ પોલીસ દ્વારા ગણતરીની કલાકોમાં આરોપીઓ ને પકડી પાડવામાં આવ્યા છે. એસીપી એસડી પટેલે જણાવ્યુ હતુ કે રાજકોટના નાણાવટી ચોકમાં આકાશ રાઠોડ નામના શખ્સની છરીના ઘા ઝીકી હત્યા કરવામા આવી હતી. ત્યારે મૃતકના ભાઈની ફરિયાદના આધારે મુખ્ય આરોપી સહેજાદ ઉર્ફે નવાબ, અંકિત, ફેઝલ અને વિનય નામના શખ્સો ની ધરપકડ કરવામાં આવી છે. મૃતક આકાશ રાઠોડ હિસ્ટ્રીશીટર રહી ચુક્યો છે. જ્યારે કે આરોપી વિનય ભૂતકાળમાં મારા મારી તેમજ હત્યાના પ્રયાસના ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુક્યો છે. ત્યારે હાલ તમામ આરોપીઓને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ ની માંગણી કરવામાં આવશે. તો સાથેજ રિમાન્ડ દરમિયાન આરોપીઓ હત્યા કર્યા બાદ ક્યાં ક્યાં આશરો લઈ છુપાયા હતા જેવી તમામ વિગતો કઢાવવામાં આવશે.

Latest Stories