Connect Gujarat
ગુજરાત

રાજકોટ: કલેકટર ઓફિસમાં NDRF ની ટીમના જવાનનોને શાળાની વિદ્યાર્થીનીઓએ બાંધી રાખડી

રાજકોટ: કલેકટર ઓફિસમાં NDRF ની ટીમના જવાનનોને શાળાની વિદ્યાર્થીનીઓએ બાંધી રાખડી
X

આવતીકાલે ભાઈ અને બહેનનો પવિત્ર તહેવાર રક્ષાબંધન છે. ત્યારે છેલ્લા બે મહિનાથી સમગ્ર ગુજરાતમાં NDRF ની ટિમ તૈનાત કરી દેવામાં આવી છે. ચોમાસા ની સિઝન દરમિયાન કોઈ પણ જાતની કુદરતી આફતમાં લોકો ફસાઈ તો તેમને સુરક્ષિત સ્થળો પર પહોંચાડવામાં માટે ટિમને તૈનાત કરવામાં આવી છે.

ત્યારે છેલ્લા બે મહિનાથી NDRF ના જવાનો પોતાના ઘરે નથી ગયા. તો સાથે જ આવતીકાલે તેઓ તેમની બહેન સાથે રક્ષાબંધન નો પવિત્ર તહેવાર માણી શકે તેમ ન હોઈ જેના કારણે કલેકટર તંત્ર દ્વારા NDRF ની ટીમ રક્ષાબંધન નો તહેવાર માણી શકે તે માટે શાળાઓની વિદ્યાર્થીનીઓ દ્વારા NDRF ની ટીમના જવાનોને રાખડી બાંધવામાં આવી હતી

Next Story