રાજકોટમા રવિવારે પધારશે વડાપ્રધાન, તૈયારીઓને અપાયો આખરી ઓપ

New Update
રાજકોટમા રવિવારે પધારશે વડાપ્રધાન, તૈયારીઓને અપાયો આખરી ઓપ

આગામી તારીખ 2 ઓકટોબરના રોજ ભારતના રાષ્ટ્રપિતા એવા મહાત્મા ગાંધીની જન્મ જંયતી છે. ત્યારે જે શહેરમા મહાત્મા ગાંધીજીનુ બચપણ વિત્યુ હતુ. તે શહેર એટલેકે રાજકોટ જ્યા મહાત્મા ગાંધીએ મેટ્રીક સુધીનુ શિક્ષણ શહેરની આલ્ફ્રેડ હાઈસ્કુલમા લિધુ હતુ. રાજ્ય સરકાર અને રાજકોટ મહાનગરપાલિકાના સહયોગથી આલ્ફ્રેડ હાઈસ્કુલને ગાંધી મ્યુઝીયમમા ફેરવવામા આવી છે. ત્યારે આગામી રવિવારના રોજ વડાપ્રધાનના હસ્તે તેનુ લોકાર્પણ કરવામા આવશે. જે માટે ખુદ વડાપ્રધાન રાજકોટ આવશે ત્યારે તેમની સુરક્ષા વ્યવસ્થાને આખરી આેપ આપી દેવામા આવ્યો છે. ત્યારે આજે સાંજે પ્રાઈમરી રીહર્સલ કરવામા આવશે જ્યારે આવતીકાલે સવારે મેગા રીહર્સલ કરવામા આવશે.

રિહર્સલમા ક્યા રેન્કના કેટલા અધિકારીઓ અને જવાનો રહેશે હાજર

જેમાં પોલીસ કમિશનર મનોજ અગ્રવાલની આગેવાની હેઠળ 6 એસપી રેન્કના અધિકારી, 40 પીઆઈ, 170 પીએસઆઈ, તેમજ મહિલા પૂરૂષ હેડ કોન્સયેબલ કોન્સટેબલ 2750 તેમજ ડોગ સ્કવોડ, એસઆરપીની ત્રણ કંપની, 18 ઘોડેસવાર પોલીસ, બાેંબ સ્કવોડની 7 ટીમ અને ચેતક કમાન્ડોની 4 ટીમ તૈનાત રહેશે

મહાત્મા ગાંધી મ્યુઝીયમના લોકાર્પણ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે આવવાના હોવાથી જે સંદર્ભે બે દિવસ પહેલા એસપીજીની ટીમનું આગમન થઈ ગયું છે. દરમિયાન પોલીસ કમિશનર મનોજ અગ્રવાલની આગેવાની હેઠળ વડાપ્રધાનની સુરક્ષા વ્યવસ્થાને પગલે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી એરપોર્ટથી ચૌધરી હાઈસ્કૂલ તેમજ આલ્ફ્રેડ હાઈસ્કૂલમાં કાર્યક્રમ હોય જે તમામ રૂટની ચકાસણી શરૂ કરવામાં આવી છે. જેમાં વડાપ્રધાનના અગાઉથી આવેલા 50 કમાન્ડો પણ ખડેપગે રહેશે. તેમજ વડાપ્રધાનની સુરક્ષાને લઈ ગાંધીનગરથી આવેલા અધિકારીઆે તેમજ સ્થાનીક પોલીસ સુરક્ષા કવચ આપશે.