Connect Gujarat
ગુજરાત

રાજકોટઃ સ્વાઈન ફલૂના 5 કેસ પોઝિટિવ નોંધાયા, તંત્રમાં મચી દોડધામ

રાજકોટઃ સ્વાઈન ફલૂના 5 કેસ પોઝિટિવ નોંધાયા, તંત્રમાં મચી દોડધામ
X

સ્વાઈન ફલૂના રાજકોટ શહેરમાં 2, જિલ્લામાં 1, અમરેલી અને ગીર સોમનાથ જિલ્લાનો 1-1 કેસ પોઝિટિવ નોંધાયા

રાજકોટમાં સ્વાઈન ફલૂનાં પાંચ કેસ પોઝિટિવ આવ્યા છે. જેમાં ચાર મહિલા અને એક પુરૂષનો સમાવેશ થાય છે. એક સાથે પાંચ કેસ પોઝિટિવ આવતાં આરોગ્ય તંત્રમાં દોડધામ મચી જવા પામી હતી.

બનાવની પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટને સ્વાઈન ફલૂએ જાણે ભરડામાં લીધુ હોય તેમ દિવસે અને દિવસે સ્વાઈન ફલૂના કેસો વધી રહ્યા છે. સ્વાઈન ફલૂને લઈ તંત્ર દ્વારા પુરતી કાળજી રાખવામાં આવી રહી હોવા છતાં પણ સ્વાઈન ફલૂ દૂર થવાનું નામ નથી લેતો અને નવા નવા દર્દીઓ સામે આવી રહ્યા છે.

રાજકોટમાં સ્વાઈન ફલૂના પાંચ કેસ પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગમાં દોડધામ મચી છે. શહેરમાં બે મહિલા અને 1 પુરૂષના કેસ સ્વાઈન ફ્લૂ પોઝિટિવ આવ્યા હતાં. તેમજ અમરેલીમાં એક અને ગીર સોમનાથ જિલ્લાનો એક કેસ પોઝિટિવ આવતા તંત્ર હરકતમાં આવી ગયું છે. અત્યર સુધીમાં ડેન્ગ્યૂ પોઝિટિવના 32 જેટલા કેસો ચોપડે નોંધાયા છે. આ કેસોને લઈ આરોગ્ય વિભાગ દ્વારા પૂરતી કાળજી રાખવામાં આવે તેમ સ્થાનિક રહીશો ઈચ્છી રહ્યા છે.

Next Story
Share it