રાજકોટ : ઘરફોડ અને વાહન ચોરીના રીઢો ગુનેગાર ઝડપાયો, ૨.૧૦ લાખનો મુદ્દામાલ કરાયો કબ્જે

New Update
રાજકોટ : ઘરફોડ અને વાહન ચોરીના રીઢો ગુનેગાર ઝડપાયો, ૨.૧૦ લાખનો મુદ્દામાલ કરાયો કબ્જે

રાજકોટ શહેરમા છેલ્લા કેટલાંય સમયથી ચોરી, લુંટફાટ અને ઘરફોડ ચોરીના બનાવો સામે આવી રહ્યા છે. તો બિજી તરફ રાજકોટ પોલીસે પણ ગુનેગારોને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. જેના કારણે જ રાજકોટ પોલીસે રાજકોટ, જામનગર અને અમદાવાદમા ઘરફોડ અને વાહન ચોરી કરતા આરોપીની ધરપકડ કરી છે. તો સાથે જ સોનાના દાગીના, મોબાઈલ ફોન અને ૬ વાહન કબ્જે કરી કુલ રૂપિયા ૨.૧૦ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલના જણાવ્યા અનુસાર, આરોપી એઝાજ ઉર્ફે એજલો છેલ્લા કેટલાંય સમયથી ગુનાહિત ઈતિહાસ ધરાવે છે. છેલ્લા ૧ વર્ષમા તેણે રાજકોટ,અમદાવાદ અને જામનગરમાં ૩૪થી વધુ ગુનાઓને અંજામ આપ્યાની કબુલાત આપી છે. તો સાથે જ આરોપી મોટા ભાગે વ્હોરા સમાજના રહેણાંક વિસ્તારોના ઘરને જ ટાર્ગેટ કરતો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.