Connect Gujarat
Featured

રાજકોટ : ખોડલધામ ખાતે પદયાત્રા અને રાસોત્સવના કાર્યક્રમો રદ, જુઓ શું છે નવી વ્યવસ્થા

રાજકોટ : ખોડલધામ ખાતે પદયાત્રા અને રાસોત્સવના કાર્યક્રમો રદ, જુઓ શું છે નવી વ્યવસ્થા
X

સાંપ્રત સમયમાં કોરોનાની મહામારીના કારણે મોટાભાગના ઉત્સવોની ઉજવણી રદ કરી દેવામાં આવી છે. રાજકોટ પાસે આવેલાં ખોડલધામ ખાતે પણ પદયાત્રા અને રાસોત્સવ રદ કરવાની જાહેરાત કરાય છે પણ ભકતો માતાજીના દર્શન કરી શકે તે માટે વેબસાઇટ બનાવવામાં આવી છે. જેનું ટ્રસ્ટી નરેશ પટેલના હસ્તે લોન્ચિંગ કરવામાં આવ્યું હતું.

શ્રી ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશભાઇ પટેલના હસ્તે ખોડલધામ ની વેબસાઈટ લોન્ચ કરવામાં આવી છે. કોરોના મહામારીએ તમામ તહેવારોના રંગરૂપ બદલી નાખ્યાં છે. સરકારે પણ જાહેર સ્થળોએ નવરાત્રીના આયોજન પર પ્રતિબંધ ફરમાવી દીધો છે. રાજકોટ નજીક આવેલાં ખોડલધામ ખાતે દર વર્ષે પદયાત્રા અને રાશોત્સવ યોજાઇ છે તે આ વર્ષે રદ કરી દેવામાં આવ્યાં છે. જ્યારે સોશ્યલ ડિસ્ટન્સ જાળવી ૧૦૦ ભાવિકો સાથે ઘ્વજા ચડાવવા અને અન્નપૂર્ણાલય ખુલ્લામાં મુકવામાં આવ્યાં છે. નવરાત્રી દરમિયાન

નવે નવ દિવસ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. ભાવિક ભકતો વેબસાઇટના માધ્યમથી ખોડલ માતાજીના ઓનલાઇન દર્શન કરી શકશે.

Next Story