New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/03/maxresdefault-44.jpg)
રાજકોટમા એક યુવકે સગાઈ તુટી જતા તેની જ મંગેતરને બદનામ કરવાનુ કાવત્રુ રચ્યુ હતુ. જે મામલે પોલીસે રાહુલ કુમાર સીંગ નામના શખ્સની ધરપકડ કરી છે.
પોલીસ પુછપરછમા આરોપી રાહુલ કુમારે જણાવ્યુ કે થોડા સમય પહેલા તેની સગાઈ કરવામા આવી હતી. જે બાદ યુવતી સાથે મનમેળ ન થતા યુવતીના પરિવાર દ્વારા સંબંધ તોડી નાંખવામા આવ્યો હતો. જે બાબતનો ખાર તેના મનમા સળવળતો હતો. જેથી તેણે ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ અલગ અલગ ફેસબુક આઈડી બનાવી તેમા બિભસ્ત કોમેન્ટ કરી યુવતી અને તેના ભાઈના નંબર પોસ્ટ કર્યા હતા. તો સાથે જ ફેસબુક પર સેકસી ભાભી નામના પેઈજ પર ચાંદની પરમારના નામથી આરોપીએ યુવતીના નંબર પણ પોસ્ટ કર્યા હતા.