Connect Gujarat
ગુજરાત

રાજપીપળા: ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ કંપનીઓ દ્વારા સ્ટેચયુ ઓફ યુનીટી ટીકીટમાં કરાઇ પ્રવાસીઓ જોડે છેતરપિંડી

રાજપીપળા: ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ કંપનીઓ દ્વારા સ્ટેચયુ ઓફ યુનીટી ટીકીટમાં કરાઇ પ્રવાસીઓ જોડે છેતરપિંડી
X

  • સ્ટેચયુ ઓફ યુનીટી ટીકીટ દર– વ્યુઇંગ ગેલેરી- ૩૫ રૂપિયા, બાળકો માટે ૨૦૦ રૂપિયા વ્યુઇંગ ગેક્લેરી સિવાયનાં ૧૨૦ રૂપિયા, એકસપ્રેસ ટીકીટના ૧,૦૦૦ રૂપિયા, બસ ટીકીટ – ૩૦ રૂપિયા.
  • સ્થળ પરથી પણ ટીકીટ ઉપલબ્ધ છે. પાર્કિંગ સ્થળે અને પ્રતિમા સ્થળે ટીકીટ ઉપલ્બધ છે.
  • ઓનલાઇન ટીકીટ બુક કરાવવા માટે https://soutickets.in/ પર વિઝીટ કરવી જેથી છેતરપિંડીથી બચી શકાશે.

લો હવે ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ સંચાલકો સરદાર સાહેબના નામે છેતરી રહ્યા છે. વાત એમ છે કે, મુંબઇનાં ભાસ્કર નામના વ્યક્તિકે જેઓને પોતાના ધર્મપત્ની સાતે કેવડીયા ખાતે સરદાર સાહેબની વિશ્વની સૌથી ઉચી પ્રતિમા જોવા માટે મુંબઇની જ દીપક ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ કંપનીનો સંપર્ક કર્યો. પેકેજમાં સ્ટેચ્યુ ઓફ યુનીટીની એકસપ્રેસ ટીકીટ આપવામા આવી. ભાસ્કર અને તેમનાં પત્ની પ્રવાસની નિર્ધારીત તારીખે સ્ટેચ્યુ ઓફ યુનિટી સ્થળે આવી પહોંચી અને પ્રવેશ વેળા આ ટીકિટ દેખાડતા જ ચેકિંગ સ્ટાફ ચોંકી ઉઠયો હતો.

કારણ કે, એકસપ્રેસ ટીકિટ આમ તો ૧૦૦૦ રૂપિયાપિયાની હોય છે પણ આ ટીકીટમાં ૧૫૦૦ રૂપિયાપિયા લખ્યા હતા અને ૨ ટીકીટ લેખે ૩,૦૦૦ રૂપિયાપિયા લખેલા જોવા મળ્યા હતા. શંકાશ્પદ ટીકીટ હોય પુરી તપાસનાં અંતે આ ઇ-ટીકીટ જે વેળાએ બૂક કરાઇ હતી તે વખતે ૧૦૦૦ રૂપિયા જ પ્રીન્ટ થયા હતા પરંતુ ટીકીટની PDFમાં ફોટોશોપ દ્વારા છેડછાડ કરાઇ હતી અને ૧૦૦૦ ને બદલે ૧૫૦૦ કરી દેવાયા હતા.

આખો મામલો સામે આવતા યુનીટી પ્રશાસન ચોંકી ઉઠયુ હતુ.જે બાદ યુનીટી સતાધિશોએ કેવડીયા પોલીસ સ્ટેશન ફરીયાદ આપતા આખરે પુરતી તપાસ બાદ પોલીસે IPC ૪૦૬,૪૨૦ હેઠળ ગુનો દાખલ કરીને આગળની તપાસ હાથ ધરી છે.આ અંગે કેવડીયા ASP ત્યાગી એ માહીતી આપતા જણાવ્યુ હતુ કે, મુંબઇની દીપક ટૂર્સ ટ્રાવેલ્સ કંપનીનાં સંચાલકોની પુછપરછ કરાશે અને તેની ધરપકડ પણ કરાશે. સ્ટેચયુ ઓફ યુનીટીની સ્થાપનાને ૬ મહિના પૂર્ણ થયા છે અને અત્યારસુધી ૧૩,૭૩,૫૨૩ પ્રવાસીઓએ મુલાકાત લીધી છે અને તેનાથી સદાર વલ્લભભાઇ પટેલ રાષ્ટ્રીય એકતા ટ્રસ્ટને કુલ મળીને ૩૪,૪૮,૫૩,૮૫૩ રૂપિયાપિયા ની આવક થવા પામી છે. આમ તો ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ કંપનીઓ પ્રવાસીઓ જોડે છેતરપિંડી કરતી રહેતી હોય છે પણ હવે તો સરદાર સાહેબને પણ આ લોકોએ બાકી મુક્યા નથી.

Next Story