RBIનો મહત્વપૂર્ણ નિર્ણય, લોન લેનાર માટે સારા સમાચાર

New Update
RBIનો મહત્વપૂર્ણ નિર્ણય, લોન લેનાર માટે સારા સમાચાર

રિઝર્વ બેંકની પહેલી નાણાંકીય સમીક્ષા બેઠકમાં એક મહત્વનો નિર્ણય લેવાતા લોન લેનાર લોકો માટે સારા સમાચાર આપ્યા હતા.રિઝર્વે બેંકે રેપોરેટમાં ઘટાડો કરવાનો નિર્ણય કર્યો છે.

રિઝર્વ બેંકે બજાર અને વિશ્લેષકોના અનુમાનોને સાચા ઠેરવતા રેપો રેટમાં 0.25 ટકાના રેપોરેટના કાપની જાહેરાત કરી છે. તે સાથે જ હવે રેપો રેટ 6.50 ટકાથી ઘટીને 6.25 ટકા થઇ ગયો છે.

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના નવા ગવર્નર ઉર્જીત પટેલ અને નાણાંકીય નીતિ નક્કી કરવા માટે બનેલી કમિટીએ પોતાની પહેલી નાણાંકીય સમીક્ષામાં આ નિર્ણય લીધો હતો.

સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ મોનિટરી પોલીસી કમિટીના તમામ છ સભ્યોએ એકમત થઇને વ્યાજદરમાં ઘટાડા અંગે નિર્ણય કર્યો હતો. આ સમાચાર બાદ બજારમાં પણ તેજીનો માહોલ જોવા મળ્યો હતો.