New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2016/11/10277-rbi-5-reuters.jpg)
આરબીઆઇ દ્વારા સોમવારના રોજ બેંકમાં ચાલુ ખાતા ધારકો માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે જે અંતર્ગત ચાલુ ખાતા પરની ઉપાડ મર્યાદા પર લગાવેલો પ્રતિબંધ હટાવી લેવામાં આવ્યો છે.
તેમજ કેશ ક્રેડિટ એકાઉન્ટ અને ઓવરડ્રાફટ એકાઉન્ટ્સ પરની મર્યાદા પણ તાત્કાલિક અસરથી હટાવી દેવામાં આવી છે.
વધુમાં રિઝર્વ બેન્કની એક સૂચના પ્રમાણે એટીએમ પરની ઉપાડની મર્યાદા પણ બુધવારથી હટાવવામાં આવશે પરંતુ બચત ખાતાઓ પરનો પ્રતિબંધ યથાવત રહેશે તેમ જણાવ્યુ હતુ.