Connect Gujarat
Featured

સાબરકાંઠા: હિંમતનગરના સાયકલિસ્ટે 600 કિલોમીટરની રેસ 39 કલાકમાં પૂર્ણ કરી મેળવી પ્રસિદ્ધિ

સાબરકાંઠા: હિંમતનગરના સાયકલિસ્ટે 600 કિલોમીટરની રેસ 39 કલાકમાં પૂર્ણ કરી મેળવી પ્રસિદ્ધિ
X

હિંમતનગરના સાયકલિસ્ટે અનોખી સિદ્ધિ પ્રાપ્ત કરી છે. હિંમતનગરના કાટવાડના વતની નીલ અરવિંદભાઈ પટેલે 600 કિલોમીટરની રેસ 39 કલાકમાં પૂર્ણ કરી પ્રસિદ્ધિ મેળવી છે. જે આગામી સમયમાં પેરિસ ખાતે યોજાનાર સુપર રેડીયો નીયરનું ટાઈટલ મેળવવા 1200 કિલોમીટર સાઇકલિંગમાં પણ ભાગ લેશે.

હિંમતનગરના કાટવાડના વતની નીલ અરવિંદભાઈ બાળપણથી જ સાઈકલનો શોખ ધરાવે છે તેમ જ હાલમાં જ ૬૦૦ કિલો મીટરની અલ્ટ્રા ઈંડયુરેન્સ રાઈડ (endurance ride)નું ટાઇટલ પોતાના નામે કર્યું છે. હાલમાં રોજના પાંચ કિલોમીટર સાઇકલિંગ કરે છે તેમજ સપ્તાહમાં એક વાર સો કિલોમીટર સુધી સાઈકલિંગ કરે છે. જોકે તાજેતરમાં નીલ અરવિંદભાઈ પટેલે સ્ટેચ્યુ ઓફ યુનિટી થી લઈ ગાંધીનગર સુધી સાઈકલિંગ કરી 600 કિલોમીટર નું અંતર 39 કલાકમાં કાપી રાજ્ય કક્ષાએ મેડલ હાંસલ કર્યો છે જેના પગલે સ્થાનિક વિસ્તારમાં પણ નીલ અરવિંદભાઈ પટેલ પ્રસિદ્ધિનું કારણ બન્યા છે. આગામી સમયમાં પેરિસમાં યોજાનાર 1200 કિલોમીટરની સાયકલ સ્પર્ધામાં નીલ પટેલ ભાગીદાર બનશે અને તેમના પરિવારનો પણ પૂરો સહકાર મળી રહ્યો છે.

નિયમિતતાથી કરેલો પ્રયાસ સફળતા અપાવે છે તે ફરી એકવાર નીલ પટેલે સાબિત કરી બતાવ્યું છે ત્યારે આગામી સમયમાં સમગ્ર રાજ્ય સહિત દેશમાં સાબરકાંઠા જિલ્લાનું નામ રોશન થાય તેમજ તેમનો પ્રયાસ સફળ બને તેવી હાલમાં સૌ કોઈ અભ્યર્થના કરી રહ્યું છે.

Next Story