Connect Gujarat
સ્પોર્ટ્સ

જ્યાંથી બૂમ-બૂમ કરિયરની શરૂઆત થઈ હતી ત્યાં પહોંચ્યા બાદ ફરી બુમરાહે ધૂમ મચાવી

ભારતીય ટીમ અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની ત્રણ ટેસ્ટ મેચની શ્રેણીની છેલ્લી કેપટાઉન મેચમાં ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહે ધમાલ મચાવી છે.

જ્યાંથી બૂમ-બૂમ કરિયરની શરૂઆત થઈ હતી ત્યાં પહોંચ્યા બાદ ફરી બુમરાહે ધૂમ મચાવી
X

ભારતીય ટીમ અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની ત્રણ ટેસ્ટ મેચની શ્રેણીની છેલ્લી કેપટાઉન મેચમાં ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહે ધમાલ મચાવી છે. તેણે પ્રથમ દાવમાં પંજો માર્યો છે. એટલે કે તેણે દક્ષિણ આફ્રિકાના 5 બેટ્સમેનોને શિકાર બનાવ્યા. બુમરાહ માટે આ મેદાન પર શાનદાર પ્રદર્શન કરવું ખૂબ જ ખાસ છે કારણ કે ચાર વર્ષ પહેલા તેણે આ મેદાન પરથી ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું.

બુમરાહે પોતાની ટેસ્ટ કારકિર્દીની શરૂઆત આ મેદાન પરથી કરી હતી. તેણે કેપટાઉનમાં જ દક્ષિણ આફ્રિકા સામે તેની ડેબ્યૂ ટેસ્ટ રમી હતી. બુમરાહે આ ડેબ્યૂ ટેસ્ટ 5 જાન્યુઆરી 2018ના રોજ રમી હતી. આ ડેબ્યૂ ટેસ્ટમાં બુમરાહે 4 (1 અને 3) વિકેટ લીધી હતી. હવે બુમરાહ 4 વર્ષ પછી એ જ મેદાન પર પાછો ફર્યો અને બીજી ટેસ્ટ રમીને ધૂમ મચાવી. તેણે દક્ષિણ આફ્રિકા સામે પ્રથમ દાવમાં 42 રન આપીને 5 વિકેટ લીધી હતી. બુમરાહે ટેસ્ટની છેલ્લી 10 ઇનિંગ્સમાં આ પહેલો પંજો બનાવ્યો હતો એટલે કે પ્રથમ વખત તેણે પાંચ વિકેટ લીધી છે. અગાઉ તેણે 4 ઓગસ્ટ 2021થી રમાયેલી નોટિંગહામ ટેસ્ટની બીજી ઇનિંગમાં 5 વિકેટ લીધી હતી. તે પછી 9 ઇનિંગ્સમાં કોઈ પંજો નથી. હવે 10મી ઇનિંગ્સમાં પહેલો પંજો વાગ્યો છે. તેની ટેસ્ટ કારકિર્દીમાં આ 7મી વખત છે જ્યારે બુમરાહે એક ઇનિંગમાં પાંચ વિકેટ લીધી હોય.

Next Story