Connect Gujarat
સ્પોર્ટ્સ

આફ્રિકા સામે કારમી હાર બાદ કોચ રાહુલ દ્રવિડને બે ગુજરાતી ખેલાડીઓની યાદ આવી, હાર્દિક અને જાડેજા અંગે કઈક આવું કહ્યું

આફ્રિકા સામે વનડે સિરીઝમાં વ્હાઈટ વોશ થયા પછી ઈન્ડિયન ટીમના હેડ કોચે ટીમની હાર પાછળના કારણો જણાવ્યા હતા.

આફ્રિકા સામે કારમી હાર બાદ કોચ રાહુલ દ્રવિડને બે ગુજરાતી ખેલાડીઓની યાદ આવી, હાર્દિક અને જાડેજા અંગે કઈક આવું કહ્યું
X

આફ્રિકા સામે વનડે સિરીઝમાં વ્હાઈટ વોશ થયા પછી ઈન્ડિયન ટીમના હેડ કોચે ટીમની હાર પાછળના કારણો જણાવ્યા હતા. આ દરમિયાન દ્રવિડને ગુજરાતી ક્રિકેટર અને ભારતના ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજા અને હાર્દિક પંડ્યાની યાદ આવી હતી. ઉલ્લેખનીય છે કે ઈન્ડિયન ટીમ ફરી એકવાર શાનદાર શરૂઆત મળી હતી પરંતુ મિડલ ઓવર્સમાં ધબડકો થતા છેલ્લી મેચ 4 રનથી હારી ગઈ હતી. તેવામાં કોચ દ્રવિડે જણાવ્યું કે જાડેજા અને હાર્દિક જેવા પ્લેયર ફિટ થઈને ટીમમાં કમબેક કરે તો આવી સ્થિતિમાં સરળતાથી આપણે મેચ જીતી શકીએ છીએ. આ બંને ખેલાડી નંબર-6 અને 7 પર રમવા માટે પહેલી પસંદ સમાન રહેશે. રાહુલ દ્રવિડની કોચિંગ અને કે.એલ.રાહુલની કેપ્ટનશિપ સામે સવાલો ઊઠી રહ્યા છે. તેવામાં જ્યારે કોચ દ્રવિડને ટીમ કોમ્બિનેશન અને બેલેન્સ અંગે સવાલ પુછાયો ત્યારે તેણે જણાવ્યું હતું કે નંબર 6 અને 7 પર બેટિંગ કરવી, એ જવાબદારી ભર્યું કામ છે. ઈન્ડિયન ટીમમાં આ જવાબદારી સંભાળવા માટે અત્યારે હાર્દિક પંડ્યા અને રવીન્દ્ર જાડેજા સૌથી વધુ સક્ષમ છે. તેવામાં હેડ કોચના આ નિવેદન પરથી સ્પષ્ટપણે લાગી રહ્યું છે કે આગામી વર્લ્ડ કપ સ્ક્વોડમાં જો આ બંને ખેલાડી ફિટ હશે તો તેમને સૌથી પહેલા રમવાની તક મળી શકે છે. રાહુલ દ્રવિડે મેચ પછી જણાવ્યું કે આ સિરીઝમાં ઈન્ડિયન ટીમે મિડલ ઓવર્સમાં નિરાશાજનક પ્રદર્શન કર્યું છે. ભારતની પહેલી 20 ઓવર સુધી ટોપ ઓર્ડર સારી શરૂઆત આપી દે છે પરંતું ત્યારપછી 20થી 40 ઓવર દરમિયાન ખરાબ શોટ સિલેક્શનના કારણે ઈન્ડિયન ટીમ ત્રણેય મેચમાં હારી ગઈ છે.

Next Story