અમદાવાદ: લખનઉ સુપર જાયન્ટ્સ ટીમની નવી જર્સી લોન્ચ, અનેક દિગ્ગજોરહ્યા ઉપસ્થિત

જર્સી લોન્ચ ઈવેન્ટમાં બીસીસીઆઈ સચિવ જય શાહ, ટીમના માલિક સંજીવ ગોએન્કા, ટીમ મેન્ટર ગૌતમ ગંભીર હાજર રહ્યાં હતા

New Update

અમદાવાદ સહિત ઉત્તરપ્રદેશના 8 શહેરોમાં લખનઉ સુપર જાયન્ટ્સ ટીમની નવી જર્સી લોન્ચ કરવામાં આવી હતી. 31 જાન્યુઆરીએ શરુ થનારી IPLની 16મી સિઝનમાં લખનઉ સુપર જાયન્ટ્સની ટીમ નવા અવતારમાં જોવા મળશે.અમદાવાદ સહિત ઉત્તરપ્રદેશના 8 શહેરોમાં લખનઉ સુપર જાયન્ટ્સ ટીમની નવી જર્સી લોન્ચ કરવામાં આવી હતી.

Advertisment

મંગળવારે યોજાયેલી જર્સી લોન્ચ ઈવેન્ટમાં બીસીસીઆઈ સચિવ જય શાહ, ટીમના માલિક સંજીવ ગોએન્કા, ટીમ મેન્ટર ગૌતમ ગંભીર હાજર રહ્યાં હતા. કેપ્ટન કેએલ રાહુલ, રવિ બિશ્રોઈ, આવેશ ખાન, જયદેવ ઉનડકર અને દીપક હુડ્ડાએ રેમ્પ વોક પણ કર્યું હતું.લખનઉ સુપર જાયન્ટ્સની નવી જર્સી પ્રખ્યાત ફેશન ડિઝાઈનર કુણાલ રાવલે ડિઝાઈન કરી છે. લખનઉ સુપર જાયન્ટ્સની નવી ખુબ જ આકર્ષક લાગી રહી છે.

આ જર્સીમાં કલા, કારીગરી, શ્રેષ્ઠ ડિઝાઈન અને જીવંતતાનો સમાવેશ કરીને ખેલદિલી તેમજ એક્તાની મજબૂત ભાવનાનું પ્રદર્શન કરવામાં આવ્યું છે. આ જર્સી લખનઉ સુપર જાયન્ટ્સના યુવા અને આક્રમક ક્રિકેટરોના અજોડ જુસ્સા અને અવિરત ભાવનાનું પ્રતિનિધિત્વ કરશે. લખનઉ સુપર જાયન્ટ્સ ટીમનો લોગો પણ નવા અંદાજમાં જોવા મળ્યો હતો.

Advertisment
Latest Stories