Connect Gujarat
સ્પોર્ટ્સ

ન્યૂઝીલેન્ડ સામેની ટેસ્ટ શ્રેણી માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, અજિંક્ય રહાણે હશે કેપ્ટન

BCCIએ ન્યૂઝીલેન્ડ સામેની ટેસ્ટ શ્રેણી માટે ભારતીય ટીમની જાહેરાત કરી દીધી છે

ન્યૂઝીલેન્ડ સામેની ટેસ્ટ શ્રેણી માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, અજિંક્ય રહાણે હશે કેપ્ટન
X

BCCIએ ન્યૂઝીલેન્ડ સામેની ટેસ્ટ શ્રેણી માટે ભારતીય ટીમની જાહેરાત કરી દીધી છે.ન્યૂઝીલેન્ડને ભારતના પ્રવાસ પર બે ટેસ્ટ મેચની શ્રેણી રમવાની છે.શ્રેણીની પ્રથમ મેચ 25 નવેમ્બરથી કાનપુરમાં રમાશે જ્યારે બીજી ટેસ્ટ મેચ 3 ડિસેમ્બરથી મુંબઈમાં રમાશે. ટીમની કપ્તાની અજિંક્ય રહાણેને સોંપવામાં આવી છે. આ સાથે જ શ્રેયસ અય્યરને પણ ટીમમાં તક આપવામાં આવી છે.ભારતીય ટેસ્ટ કેપ્ટન વિરાટ કોહલી પ્રથમ ટેસ્ટમાં ભાગ લેશે નહીં, આ સ્થિતિમાં વાઇસ કેપ્ટન રહાણે ટીમની કમાન સંભાળશે.

આ સાથે જ અનુભવી બેટ્સમેન ચેતેશ્વર પૂજારાને પ્રથમ ટેસ્ટ માટે વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે. કોહલી ઉપરાંત રોહિત શર્માને આખી ટેસ્ટ શ્રેણી માટે આરામ આપવામાં આવ્યો છે. બીસીસીઆઈએ રોહિત શર્મા ઉપરાંત રિષભ પંત, મોહમ્મદ શમી, જસપ્રિત બુમરાહ અને શાર્દુલ ઠાકુરને પણ આરામ આપ્યો છે. ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં શાનદાર રમત દેખાડનાર હનુમા વિહારીને ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો છે. ઈજાના કારણે લાંબા સમયથી ટીમ ઈન્ડિયાની બહાર રહેલા શ્રેયસ અય્યર અને આઈપીએલના પ્રખ્યાત બોલર કૃષ્ણાને પ્રથમ વખત ટેસ્ટ ટીમમાં તક આપવામાં આવી છે.

ટીમઃ અજિંક્ય રહાણે (કેપ્ટન), ચેતેશ્વર પુજારા (વાઈસ-કેપ્ટન), કેએલ રાહુલ, મયંક અગ્રવાલ, શુભમન ગિલ, શ્રેયસ ઐયર, રિદ્ધિમાન સાહા, કેએસ ભરત, રવીન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, આર અશ્વિન, જયંત યાદવ, ઈશાંત શર્મા, યાદવ, મોહમ્મદ સિરાજ, પ્રસિધ્ધ કૃષ્ણા.

Next Story