Connect Gujarat
સ્પોર્ટ્સ

ભારત વિરૂદ્ધ T20 સિરીઝ માટે WI ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળી જગ્યા

વેસ્ટ ઈન્ડિઝે ભારત સામે આગામી ત્રણ મેચની T20I શ્રેણી માટે 16 સભ્યોની ટીમની જાહેરાત કરી છે.

ભારત વિરૂદ્ધ T20 સિરીઝ માટે WI ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળી જગ્યા
X

વેસ્ટ ઈન્ડિઝે ભારત સામે આગામી ત્રણ મેચની T20I શ્રેણી માટે 16 સભ્યોની ટીમની જાહેરાત કરી છે. અપેક્ષા મુજબ, કિરોન પોલાર્ડ તેમનું નેતૃત્વ ચાલુ રાખશે જ્યારે નિકોલસ પૂરન વાઇસ-કેપ્ટન તરીકે જવાબદારી સંભાળશે. શમરાહ બ્રૂક્સ અને કેમર રોચ જેવા ખેલાડીઓને T20 ટીમમાં સ્થાન મળ્યું નથી અને તેઓ માત્ર ODI રમવા માટે જ ભારતનો પ્રવાસ કરશે.

વેસ્ટ ઈન્ડિઝ હાલમાં ઈંગ્લેન્ડ સામે ઘરઆંગણે પાંચ મેચની T20 શ્રેણીમાં ભાગ લઈ રહ્યું છે. પોલાર્ડની આગેવાની હેઠળની વેસ્ટ ઈન્ડિઝની ટીમે ટી20 વર્લ્ડ કપ 2021માં ખરાબ પ્રદર્શન કર્યું હતું. તે ટુર્નામેન્ટમાં ફેવરિટ ટેગ સાથે ઉતરેલી કેરેબિયન ટીમ સુપર-12 સ્ટેજથી આગળ વધી શકી નથી. આ વર્ષના T20 વર્લ્ડ કપ માટે બે વખતની ચેમ્પિયન વેસ્ટ ઈન્ડિઝે ક્વોલિફાયર મેચોમાં ભાગ લેવો પડશે.

વેસ્ટ ઈન્ડિઝ T20 ટી મઃ કિરોન પોલાર્ડ (કેપ્ટન), નિકોલસ પૂરન (વાઈસ-કેપ્ટન), ફેબિયન એલન, ડેરેન બ્રાવો, રોસ્ટન ચેઝ, શેલ્ડન કોટ્રેલ, ડોમિનિક ડ્રેક્સ, જેસન હોલ્ડર, શાઈ હોપ, અકીલ હુસૈન, બ્રાન્ડોન કિંગ, રોવમેન પોવેલ, ઓડિયન સ્મિથ, રોમારિયો શેફર્ડ, કાયલ મેયર્સ, હેડન વોલ્શ જુનિયર.

Next Story