Connect Gujarat
સ્પોર્ટ્સ

કેએલ રાહુલ સાથે ભાડાના મકાનમાં રહેશે અથિયા શેટ્ટી! એપાર્ટમેંટ ભાડું સાંભળીને તમે ચોંકી જશો

કેએલ રાહુલ અને આથિયા શેટ્ટી તેમના લગ્નને લઈને ચર્ચામાં છે. એવું માનવામાં આવે છે કે તેઓ ગાંઠ બાંધનાર આગામી સેલિબ્રિટી કપલ છે.

કેએલ રાહુલ સાથે ભાડાના મકાનમાં રહેશે અથિયા શેટ્ટી! એપાર્ટમેંટ ભાડું સાંભળીને તમે ચોંકી જશો
X

કેએલ રાહુલ અને આથિયા શેટ્ટી તેમના લગ્નને લઈને ચર્ચામાં છે. એવું માનવામાં આવે છે કે તેઓ ગાંઠ બાંધનાર આગામી સેલિબ્રિટી કપલ છે. આ અંગે એક નવું અપડેટ સામે આવ્યું છે. આ કપલ લગભગ ત્રણ વર્ષથી એકબીજાને ડેટ કરી રહ્યું છે. આથિયા શેટ્ટી અને કેઆર રાહુલ હવે તેમના સંબંધોને નવા સ્તરે લઈ જવા માંગે છે. પિંકવિલાના અહેવાલ મુજબ, દંપતીએ મુંબઈમાં દરિયા કિનારે એક લક્ઝુરિયસ 4 BHK એપાર્ટમેન્ટ ભાડે લીધું છે.

તેઓ થોડા સમય માટે ત્યાં સાથે રહેવાના છે. બંનેને બાંદ્રાના કાર્ટર રોડ પર તેમના સપનાનું ઘર મળ્યું છે. કપલના એપાર્ટમેન્ટનું મહિનાનું ભાડું 10 લાખ રૂપિયા છે. અગાઉ એવા અહેવાલ હતા કે આ કપલ આ વર્ષે લગ્ન પણ કરી શકે છે. જો કે, અથિયાના નજીકના મિત્રએ બોમ્બે ટાઈમ્સને જણાવ્યું હતું કે હાલમાં લગ્નની કોઈ યોજના નથી કારણ કે બંને વ્યાવસાયિક પ્રતિબદ્ધતાને કારણે વ્યસ્ત છે. આથિયા શેટ્ટી અને કેએલ રાહુલ ત્રણ વર્ષથી વધુ સમયથી એકબીજાને ડેટ કરી રહ્યાં છે. તેઓએ લગભગ એક વર્ષ પહેલા જ તેમના સંબંધોનો ખુલાસો કર્યો હતો. કેએલ રાહુલ ગયા વર્ષે શેટ્ટી પરિવાર સાથે અહાન શેટ્ટીની ડેબ્યૂ ફિલ્મ તડપની સ્ક્રીનિંગમાં પહોંચ્યો હતો.

Next Story