New Update
ટોક્યો ઓલિમ્પિકના 11મા દિવસે ભારતીય મહિલા હોકી ટીમે ઇતિહાસ રચ્યો છે. ટીમ પ્રથમ વખત ઓલિમ્પિકની સેમી-ફાઇનલમાં પહોંચી છે. ભારતે ત્રણ વખતની ઓલિમ્પિક ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાને ક્વાર્ટર ફાઇનલમાં 1-0થી હરાવ્યું હતું. ભારતની ગુરજિત કૌરે 22મી મિનિટે ગોલ કરીને ટીમને 1-0ની લીડ અપાવી હતી. તેણે ડાયરેક્ટ ફ્લિકથી ગોલ કર્યો હતો. ઓસ્ટ્રેલિયાએ પ્રથમ વખત ડ્રેગ-ફ્લિકથી ગોલ ગુમાવ્યો હતો.
મહિલા હોકી ટીમે ઐતિહાસિક જીત મેળવતા આખો દેશ ઝૂમી ઉઠ્યો છે. આ અંગે કેન્દ્રિય રમત ગમત પ્રધાન અનુરાગ ઠાકુરે પણ ટ્વિટ કર્યું હતું તેઓએ ટ્વિટમાં જણાવ્યુ હતું કે ભારતનું સ્વપણ હવે સાકાર થઈ રહ્યું છે આપણી હોકી ટીમે શાનદાર જીત મેળવી છે