Connect Gujarat
સ્પોર્ટ્સ

ચેન્નઈ સુપર કિંગ્સે મુંબઈ ઈન્ડિયન્સને 20 રને આપી હાર, આજે કોલકાતા અને બેંગલોર વચ્ચે મુકાબલો

ચેન્નઈ સુપર કિંગ્સે મુંબઈ ઈન્ડિયન્સને 20 રને આપી હાર, આજે કોલકાતા અને બેંગલોર વચ્ચે મુકાબલો
X

ચેન્નઈની ટીમે ટોસ જીતી પ્રથમ બેટિંગ કરતા 156 રન બનાવ્યા હતા. મુંબઈને જીત માટે 157 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. મુંબઈની ટીમ 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવી 136 રન બનાવી શકી હતી. મુંબઈ તરફથી સૌરભ તિવારીએ અણનમ 50 રન બનાવ્યા હતા. ચેન્નઈ તરફથી બ્રાવોએ 3 વિકેટ ઝડપી હતી.

આઈપીએલ 2021ના બીજા ભાગમાં, કોલકાતા નાઈટ રાઈડર્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમો આજે એકબીજા સામે ટકરાશે. આ મેચ અબુ ધાબીના શેખ ઝાયદ ક્રિકેટ સ્ટેડિયમમાં સાંજે 07:30 થી રમાશે. આરસીબી જેણે આ વર્ષે એપ્રિલ-મેમાં આઈપીએલ 2021ના પહેલા ભાગમાં તેમના ઓલરાઉન્ડ પ્રદર્શનના આધારે સાતમાંથી પાંચ મેચ જીતી હતી, તે બીજા હાફમાં પણ સમાન ગતિ જાળવી રાખવા ઈચ્છે છે જ્યારે બે વખત ચેમ્પિયન KKR નવી શરૂઆત સાથે નસીબ બદલવાના ઇરાદા સાથે મેદાનમાં ઉતરશે.

વિરાટ કોહલીની આગેવાનીવાળી આરસીબી 10 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં ત્રીજા નંબરે છે જ્યારે આઈપીએલ 2012 અને 2014 ચેમ્પિયન KKR એ પહેલા હાફમાં સાતમાંથી માત્ર બે મેચ જીતી છે અને ચાર પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં સાતમા સ્થાને છે.

આ બંને ટીમો વચ્ચે અત્યાર સુધી રમાયેલી 27 મેચોમાં KKR એ 14 અને RCB એ 13 મેચ જીતી છે. જોકે, મેચના પહેલા હાફમાં RCB એ આ પ્રતિસ્પર્ધીને 38 રનથી હાર આપી હતી.

અબુ ધાબીના શેખ ઝાયદ ક્રિકેટ સ્ટેડિયમની પીચ બોલરો માટે સાનુકૂળ સાબિત થાય છે. KKR માટે આ મેદાન હોમ વેન્યુથી ઓછું નથી. IPL 2020માં તેણે અહીં સાત મેચ જીતી હતી.

Next Story