ભારતના ઓપનર શિખર ધવન બે વર્ષ બાદ પુત્ર જોરાવરને મળ્યા બાદ ભાવુક થઈ ગયો હતો. તેણે પોતાના પુત્ર સાથેની મુલાકાતનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. ધવને તેના કેપ્શનમાં લખ્યું - બે વર્ષ પછી મારા પુત્રને મળ્યો. તેની સાથે રમવું, તેને ગળે લગાડવું, વાત કરવી, આ ખૂબ જ ભાવનાત્મક પળો છે. હું આ ક્ષણોને હંમેશા યાદ રાખીશ. જોરાવર ઓગસ્ટ 2020 થી ઓસ્ટ્રેલિયામાં રહે છે. 2020 માં કોરોનાને કારણે ઓસ્ટ્રેલિયામાં ઘણા કડક નિયંત્રણો લાદવામાં આવ્યા હતા. આ કારણે ધવન ઓસ્ટ્રેલિયા જઈ શક્યો ન હતો. ડિસેમ્બર 2020માં ભારતના ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન ધવનને ટી-20 ટીમમાં પણ સામેલ કરવામાં આવ્યો હતો, પરંતુ કડક નિયમોને કારણે તે ક્યાંય ફરી શક્યો ન હતો. આ જ કારણ હતું કે શિખર તેના પુત્રને મળી શક્યો ન હતો.
બે વર્ષ બાદ પુત્ર જોરાવરને મળતા ધવન થયો ભાવુક
ભારતના ઓપનર શિખર ધવન બે વર્ષ બાદ પુત્ર જોરાવરને મળ્યા બાદ ભાવુક થઈ ગયો હતો.
New Update