Connect Gujarat
સ્પોર્ટ્સ

ગૌતમ ગંભીર કોરોના પોઝિટિવ, સંપર્કમાં આવેલા લોકોને ટેસ્ટ કરાવવા માટે અપીલ કરી

પૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીરને કોરોના થયો છે. મંગળવારે ગૌતમ ગંભીરે ટ્વીટ કરીને આ અંગેની માહિતી આપી છે.

ગૌતમ ગંભીર કોરોના પોઝિટિવ, સંપર્કમાં આવેલા લોકોને ટેસ્ટ કરાવવા માટે અપીલ કરી
X

પૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીરને કોરોના થયો છે. મંગળવારે ગૌતમ ગંભીરે ટ્વીટ કરીને આ અંગેની માહિતી આપી છે. ભારતીય જનતા પાર્ટીના સાંસદ ગૌતમ ગંભીર તાજેતરમાં IPLની લખનૌ ટીમના મેન્ટર બન્યા છે. પૂર્વ ભારતીય ક્રિકેટર અને ભારતીય જનતા પાર્ટીના સાંસદ ગૌતમ ગંભીર કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. ગૌતમ ગંભીરે મંગળવારે ટ્વીટ કરીને આ જાણકારી આપી છે સાથે જ તેણે સંપર્કમાં આવેલા લોકોને ટેસ્ટ કરાવવાની અપીલ કરી છે. ગૌતમ ગંભીરે ટ્વીટ કરીને લખ્યું છે કે હળવા લક્ષણો બાદ મને કોરોના પોઝિટિવ મળ્યો છે. જે લોકો મારા સંપર્કમાં આવ્યા છે તેમનો ટેસ્ટ કરાવો અને સુરક્ષિત રહો. ગૌતમ ગંભીર પૂર્વ દિલ્હીથી લોકસભા સાંસદ પણ છે.

Next Story