Connect Gujarat
સ્પોર્ટ્સ

હાર્દિક પંડ્યાને રિટેન્શન લિસ્ટમાં સ્થાન ન મળ્યું, શેર કર્યો ઈમોશનલ વીડિયો

IPL 2022ની મેગા હરાજી પહેલા હાર્દિક પંડ્યાને મુંબઈ ઈન્ડિયન્સની રીટેન્શન લિસ્ટમાં સ્થાન મળ્યું નથી.

હાર્દિક પંડ્યાને રિટેન્શન લિસ્ટમાં સ્થાન ન મળ્યું, શેર કર્યો ઈમોશનલ વીડિયો
X

IPL 2022ની મેગા હરાજી પહેલા હાર્દિક પંડ્યાને મુંબઈ ઈન્ડિયન્સની રીટેન્શન લિસ્ટમાં સ્થાન મળ્યું નથી. હાર્દિક પંડ્યા વર્ષ 2015માં તેની IPL કારકિર્દીની શરૂઆતથી જ આ ટીમનો મહત્વનો ભાગ હતો. પરંતુ હવે આ ઓલરાઉન્ડર આગામી સિઝનમાં મુંબઈ ઈન્ડિયન્સ તરફથી ભાગ્યે જ રમી શકશે.

હાર્દિક પંડ્યાએ એ પણ નિર્દેશ કર્યો છે કે તે કદાચ ફરીથી ટીમમાં પાછો નહીં આવે. મુંબઈ માટે પોતાના દમ પર ઘણી મેચો જીતી ચુકેલા હાર્દિકને રિટેન ન થવાથી ખૂબ જ દુઃખ છે. હાર્દિકે ઈન્સ્ટાગ્રામ પર એક ઈમોશનલ વીડિયો દ્વારા મુંબઈ ઈન્ડિયન્સ સાથે જોડાયેલ તેની યાદગાર પળો શેર કરી છે.

હાર્દિકે વીડિયોના કેપ્શનમાં લખ્યું છે કે, 'હું આ યાદોને મારી આખી જિંદગી મારી સાથે રાખીશ. મેં જે મિત્રો બનાવ્યા છે, મેં જે બોન્ડ્સ બનાવ્યા છે, ચાહકોનો હું હંમેશ માટે આભારી રહીશ. હું માત્ર એક ખેલાડી તરીકે જ નહીં પણ એક માણસ તરીકે પણ મોટો થયો છું.

પંડ્યાએ આગળ લખ્યું, 'હું અહીં એક યુવા ક્રિકેટર તરીકે મોટા સપના સાથે આવ્યો છું. અમે સાથે જીત્યા, અમે સાથે હાર્યા અને અમે સાથે લડ્યા. આ ટીમ સાથે વિતાવેલી દરેક ક્ષણ મારા હૃદયમાં વિશેષ સ્થાન ધરાવે છે. તેઓ કહે છે કે બધી સારી વસ્તુઓનો અંત આવે છે પરંતુ મુંબઈ ઈન્ડિયન્સ હંમેશા મારા હૃદયમાં રહેશે.

28 વર્ષીય હાર્દિક IPLમાં માત્ર મુંબઈ ફ્રેન્ચાઈઝી માટે જ ક્રિકેટ રમ્યો છે. તેણે IPLમાં મુંબઈ ઈન્ડિયન્સ માટે 27.33ની એવરેજથી 1476 રન બનાવ્યા છે અને 42 વિકેટ લીધી છે. જોકે IPLની છેલ્લી સિઝનમાં તેનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું હતું અને તે 14.11ની એવરેજથી 127 રન બનાવવામાં સફળ રહ્યો હતો. બોલિંગ વિશે વાત કરીએ તો તેણે ગત સિઝનમાં એક પણ ઓવર ફેંકી ન હતી.

આઈપીએલ 2022 માટે મુંબઈ ઈન્ડિયન્સે કેપ્ટન રોહિત શર્મા, ઝડપી બોલર જસપ્રિત બુમરાહ અને સૂર્યકુમાર યાદવને જાળવી રાખ્યા છે. તે જ સમયે, કેરેબિયન ઓલરાઉન્ડર કિરોન પોલાર્ડને પણ ફ્રેન્ચાઇઝીએ જાળવી રાખ્યો છે. ચાર ખેલાડીઓને જાળવી રાખ્યા બાદ મુંબઈ ઈન્ડિયન્સ આગામી મેગા ઓક્શનમાં રૂ. 48 કરોડના બાકી પર્સ સાથે જશે.

Next Story