Connect Gujarat
સ્પોર્ટ્સ

T-20 વર્લ્ડ કપ રમવા હાર્દિક પંડ્યાનો ફિટનેસ ટેસ્ટ ફરજિયાત, હેડ કોચ રાહુલ દ્રવિડ માટે ઓલરાઉન્ડર તરીકે પંડ્યા પ્રથમ પસંદગી.

ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાને T20 વર્લ્ડ કપમાં ખરાબ પ્રદર્શન બાદ ન્યૂઝીલેન્ડ સામેની હોમ T20 સિરીઝ માટે ટીમમાં પસંદ કરવામાં આવ્યો નહોતો.

T-20 વર્લ્ડ કપ રમવા હાર્દિક પંડ્યાનો ફિટનેસ ટેસ્ટ ફરજિયાત, હેડ કોચ રાહુલ દ્રવિડ માટે ઓલરાઉન્ડર તરીકે પંડ્યા પ્રથમ પસંદગી.
X

ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાને T20 વર્લ્ડ કપમાં ખરાબ પ્રદર્શન બાદ ન્યૂઝીલેન્ડ સામેની હોમ T20 સિરીઝ માટે ટીમમાં પસંદ કરવામાં આવ્યો નહોતો. હવે દક્ષિણ આફ્રિકા પ્રવાસ માટે તેની પસંદગી પર પણ સવાલો ઉઠી રહ્યા છે. વાસ્તવમાં, હાર્દિક તેના ફોર્મ અને ખરાબ ફિટનેસને કારણે લાંબા સમયથી વિવાદમાં ઘેરાયેલો છે. હવે તેને ત્યારે જ ટીમમાં સ્થાન મળશે જ્યારે તે ફિટનેસ ટેસ્ટ પાસ કરશે.

હાર્દિક પંડ્યાને હજુ પણ BCCIના કેટલાક અધિકારીઓ અને હેડ કોચ રાહુલ દ્રવિડ પર વિશ્વાસ છે. પરંતુ પંડ્યાએ દક્ષિણ આફ્રિકાના પ્રવાસ પહેલા ટીમમાં સામેલ થવા માટે ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે. રિપોર્ટ પ્રમાણે, જો હાર્દિકે ટીમમાં વાપસી કરવી હોય તો તેને નેશનલ ક્રિકેટ એકેડમી (NCA)માં ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે હાર્દિક પંડ્યાની ઈજામાંથી રિકવરી આરામ પર નિર્ભર છે. તેણે શક્ય તેટલી વહેલી તકે NCA પહોંચવું જોઈએ. ત્યારબાદ અમે તેના દક્ષિણ આફ્રિકા પ્રવાસ અંગે નિર્ણય લઈશું. હાર્દિકને ટેસ્ટ ફોર્મેટ રમવા માટે સમય લાગશે. અમે ઉતાવળ કરવા માંગતા નથી. કારણ કે, આગામી વર્લ્ડ કપ આવવાનો છે. જો તે ફિટનેસ ટેસ્ટ પાસ કરશે તો તેને દક્ષિણ આફ્રિકા સામેની ODI અને T20 સિરીઝમાં તક આપવામાં આવશે. તમને જણાવી દઈએ કે, હાર્દિક પંડ્યાએ 2018ના ઈંગ્લેન્ડ પ્રવાસ પર ટીમ ઈન્ડિયા માટે છેલ્લી ટેસ્ટ મેચ રમી હતી. હેડ કોચ રાહુલ દ્રવિડ માટે ઓલરાઉન્ડર તરીકે હાર્દિક પંડ્યા તેની પ્રથમ પસંદગી છે. ભારતીય મુખ્ય કોચ ઈચ્છે છે કે હાર્દિક NCAમાં રિકવરી પ્રોગ્રામ પૂર્ણ કરે. રિપોર્ટ્સમાં એવું પણ કહેવામાં આવી રહ્યું છે.

Next Story