Connect Gujarat
સ્પોર્ટ્સ

બીજી T20 મેચમાં ભારતનો દબદબો, 8 રનથી વેસ્ટ ઈન્ડિઝને આપ્યો પરાજય

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે 3 મેચની T20 શ્રેણીની બીજી મેચ કોલકાતાના મેદાન ખાતે રમાય હતી. આ મેચ ભારતે વેસ્ટ ઈન્ડિઝ સામે 8 રનથી જીતી લીધી હતી.

બીજી T20 મેચમાં ભારતનો દબદબો, 8 રનથી વેસ્ટ ઈન્ડિઝને આપ્યો પરાજય
X

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે 3 મેચની T20 શ્રેણીની બીજી મેચ કોલકાતાના મેદાન ખાતે રમાય હતી. આ મેચ ભારતે વેસ્ટ ઈન્ડિઝ સામે 8 રનથી જીતી લીધી હતી.

કોલકાતાના મેદાનમાં રમાયેલી ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની બીજી T20 મેચ ભારતે વેસ્ટ ઈન્ડિઝને 8 રનથી હરાવી હતી. આ સાથે ભારતે શ્રેણીમાં 2-0ની સરસાઈ મેળવી છે. આ મેચમાં વેસ્ટ ઈન્ડિઝના કેપ્ટન કિરોન પોલાર્ડે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. વેસ્ટ ઈન્ડિઝની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી, જ્યારે ઓપનર કાઈલ મેયર્સ માત્ર 9 રન બનાવીને યુઝવેન્દ્ર ચહલનો શિકાર બન્યો હતો. પરંતુ તે બાદ તે ક્રિઝ પર નિકોલસ પૂરને શાનદાર બેટિંગ કરતા 62 રન બનાવ્યા હતા.

રોમેન પોવેલે પણ 68 રન બનાવ્યા હતા. તેના કારણે જ વેસ્ટ ઈન્ડિઝની ટીમ લક્ષ્યની નજીક પહોંચી શકી હતી. બ્રેન્ડન કિંગે 22 રનનું યોગદાન આપ્યું હતું. ભારત તરફથી રવિ બિશ્નોઈ, ભુવનેશ્વર કુમાર અને યુઝવેન્દ્ર ચહલે 1-1 વિકેટ લીધી છે. હર્ષલ પટેલે છેલ્લી ઓવરમાં શાનદાર બોલિંગ કરીને વેસ્ટ ઈન્ડિઝ પાસેથી જીત છીનવી લીધી હતી. માનવમાં આવે છે કે, હર્ષલ પટેલે ભારતની જીતમાં મહત્વનો ફાળો આપ્યો છે. વેસ્ટ ઈન્ડિઝની ટીમને છેલ્લી ઓવરમાં જીતવા માટે 25 રનની જરૂર હતી, પરંતુ ટીમ 16 રન જ બનાવી શકી હતી. ભારતે આ મેચ 8 રને જીતી લીધી હતી. ભારતીય ટીમે ફરી પોતાના દબદબા સાથે 8 રનથી વેસ્ટ ઈન્ડિઝને હરાવી આ શ્રેણીમાં 2-0ની સરસાઈ મેળવી છે.

Next Story