ત્રીજી વનડેમાં ભારતના પ્લેઇંગ 11માં ફેરફાર કરવામાં આવશે; આ ખેલાડીઓને મળશે તક

ત્રીજી અને છેલ્લી વનડેમાં સંજુ સેમસન નિશ્ચિત છે. આ સિવાય વધુ ત્રણ ખેલાડીઓને ભારત તરફથી ડેબ્યૂ કરવાની તક આપી શકાય છે.

New Update

ભારત અને શ્રીલંકા વચ્ચે ત્રણ વનડે સિરીઝની છેલ્લી મેચ આજે રમાશે. ભારતીય ટીમે પહેલાથી જ શ્રેણીમાં 2-0થી અજેય લીડ મેળવી લીધી છે. ત્રીજી અને છેલ્લી વનડે મેચ માટે ટીમ ઈન્ડિયામાં ઘણા ફેરફાર થવાના છે. ટીમ ઇન્ડિયા છેલ્લી વનડેમાં તે ખેલાડીઓને તક આપી શકે છે જેમને આજ સુધી રમવાનો મોકો મળ્યો નથી. સંજુ સેમસન, દેવદત્ત પદિકલ, વરૂણ ચક્રવર્તી અને ઋતુરાજ ગાયકવાડમાંથી બે-ત્રણ ખેલાડીઓને ડેબ્યુ કરવાની તક મળી શકે છે.

શિખર ધવનની આગેવાનીવાળી ટીમ ઇન્ડિયામાં છેલ્લી વનડેથી પૃથ્વી શોને આરામ આપવામાં આવી શકે છે. પૃથ્વી શોની જગ્યાએ દેવદત્ત પદિકલ અથવા ઋતુરાજ ગાયકવાડને ડેબ્યૂ કરવાની તક મળી શકે છે.

ત્રીજી અને અંતિમ ટી 20 મેચમાં સંજુ સેમસન વિકેટકીપર બેટ્સમેનની ભૂમિકા ભજવતો જોવા મળી શકે છે. સંજુ સેમસન પ્રથમ વનડેમાં રમવાનું હતું. પરંતુ ઈજાના કારણે બે વનડે મેચમાંથી બહાર થવું પડ્યું હતું. સંજુ સેમસન ઇશાન કિશનની જગ્યાએ ટીમ ઈન્ડિયામાં સ્થાન મેળવી શકશે.

Latest Stories