Connect Gujarat
સ્પોર્ટ્સ

IND VS NZ: પ્રથમ દિવસના અંતે ભારતનો સ્કોર 258-4, અય્યર અને જાડેજા વચ્ચે 113 રનની ભાગીદારી

ભારતીય કેપ્ટન અજિંક્ય રહાણેએ ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. શ્રેયસ અય્યરે ટેસ્ટમાં પદાર્પણ કર્યું

IND VS NZ: પ્રથમ દિવસના અંતે ભારતનો સ્કોર 258-4, અય્યર અને જાડેજા વચ્ચે 113 રનની ભાગીદારી
X

ભારત અને ન્યૂઝીલેન્ડની વચ્ચે 25મી નવેમ્બર 2021થી બે દિવસીય ટેસ્ટ સીરીઝનો પહેલી ટેસ્ટ કાનપુરના ગ્રીનપાર્ક સ્ટેડિયમમાં શરૂ થઈ છે. પહેવા દિવસના અંતે ટીમ ઈન્ડિયાના સ્કોર 84 ઓવરમાં 258 રન છે. ઉલ્લેખનીય છે કે, ખરાબ પ્રકાશના કારણે મેચને જલ્દીથી પૂર્ણ કરવાનો વખત આવ્યો હતો. આ પહેલા ભારતીય કેપ્ટન અજિંક્ય રહાણેએ ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. શ્રેયસ અય્યરે ટેસ્ટમાં પદાર્પણ કર્યું હતું. ન્યુઝીલેન્ડ માટે ફાસ્ટ બોલર કાયલ જેમિસને 3 બેટ્સમેનોને પેવેલિયન મોકલ્યા હતા. ટિમ સાઉથીએ ચેતેશ્વર પૂજારા (26)ની વિકેટ લીધી હતી. અમ્પાયરોએ રમતની ત્યારે સમાપ્તિ જાહેર કરી હતી જ્યારે ડેબ્યૂ મેન શ્રેયસ અય્યર 75 અને રવિન્દ્ર જાડેજા 50 રને અણનમ હતા બંને વચ્ચે 5મી વિકેટ માટે 208 બોલમાં 113 રનની ભાગીદારી થઈ છે. આ પહેલા ટી બ્રેકના સમયે ભારતનો સ્કોર 4 વિકેટે 154 રન હતો. ત્યાં સુધીમાં શ્રેયસ અય્યરે 17 અને રવિન્દ્ર જાડેજાએ 6 રન બનાવ્યા હતા.

Next Story