Connect Gujarat
સ્પોર્ટ્સ

IND vs WI: ટીમ ઈન્ડિયાના 7 સભ્યો કોરોના પોઝિટિવ, BCCIએ આ ખેલાડીને ટીમમાં કર્યો સામેલ

શિખર ધવન સહિત ચાર ખેલાડીઓ અને ત્રણ સપોર્ટ સ્ટાફ કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે.

IND vs WI: ટીમ ઈન્ડિયાના 7 સભ્યો કોરોના પોઝિટિવ, BCCIએ આ ખેલાડીને ટીમમાં કર્યો સામેલ
X

વેસ્ટ ઈન્ડિઝ સામેની સીરીઝ પહેલા ટીમ ઈન્ડિયા માટે મુશ્કેલીઓ ઉભી થઈ છે. શિખર ધવન સહિત ચાર ખેલાડીઓ અને ત્રણ સપોર્ટ સ્ટાફ કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. વેસ્ટ ઈન્ડિઝ સામેની શ્રેણીની શરૂઆત 6 ફેબ્રુઆરીએ અમદાવાદમાં યોજાનારી ODI મેચથી થશે. BCCIના નિવેદન અનુસાર શિખર ધવન, ઋતુરાજ ગાયકવાડ, મિડલ ઓર્ડર બેટ્સમેન શ્રેયસ અય્યર અને સ્ટેન્ડબાય નવદીપ સૈની કોરોનાથી સંક્રમિત હોવાનું જાણવા મળ્યું છે. તેમના સિવાય ફિલ્ડિંગ કોચ ટી. દિલીપ, સુરક્ષા સંપર્ક અધિકારી બી. લોકેશ અને મસાજ થેરાપિસ્ટ રાજીવ કુમારનો કોવિડ-19 રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. બીસીસીઆઈની મેડિકલ ટીમ પોઝિટિવ કેસને હેન્ડલ કરી રહી છે અને આ તમામ સાત સભ્યો જ્યાં સુધી સંપૂર્ણ સ્વસ્થ નહીં થાય ત્યાં સુધી આઈસોલેશનમાં રહેશે.

ખેલાડીઓના કોરોના વાઈરસ પોઝીટીવ હોવાનું સામે આવ્યા બાદ હવે ઓલ ઈન્ડિયા સિનિયર સિલેક્શન કમિટીએ મયંક અગ્રવાલને ભારતની ODI ટીમમાં સામેલ કર્યો છે. મયંક અગ્રવાલ દક્ષિણ આફ્રિકા પ્રવાસ પર ભારતીય ટેસ્ટ ટીમનો ભાગ હતો. જોકે ટેસ્ટ સિરીઝમાં મયંકનું પ્રદર્શન એટલું સારું રહ્યું ન હતું.

Next Story