Connect Gujarat
સ્પોર્ટ્સ

જેસન રોયને IPL છોડવી પડી ભારે!, ECBએ બે મેચ માટે કર્યો સસ્પેન્ડ

ઈંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડ એ જેસન રોય પર બે મેચનો પ્રતિબંધ અને £2,500નો દંડ લાદ્યો છે. જેસન પર આ કાર્યવાહી ખરાબ વર્તનને કારણે થઈ છે

જેસન રોયને IPL છોડવી પડી ભારે!, ECBએ બે મેચ માટે કર્યો સસ્પેન્ડ
X

ઈંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડ એ જેસન રોય પર બે મેચનો પ્રતિબંધ અને £2,500નો દંડ લાદ્યો છે. જેસન પર આ કાર્યવાહી ખરાબ વર્તનને કારણે થઈ છે. ECB દ્વારા જારી કરવામાં આવેલા નિવેદન અનુસાર જો રોયના વર્તનમાં સુધારો નહીં થાય તો તેને એક વર્ષ માટે સસ્પેન્શનનો સામનો કરવો પડી શકે છે.

ECBએ પોતાના નિવેદનમાં કહ્યું, 'ક્રિકેટ અનુશાસન સમિતિ (CDC)ની શિસ્ત પેનલે જેસન રોય વિરુદ્ધ પોતાનો નિર્ણય આપ્યો છે. જેસને તેના પર લાગેલા આરોપોને સ્વીકારી લીધા છે. રોય માને છે કે તેણે જે વર્તન કર્યું તે તેણે ન કરવું જોઈએ કારણ કે તેનાથી ક્રિકેટ, ECB અને પોતાનું નામ ખરાબ થયું છે. જેસને ECB માર્ગદર્શિકા 3.3નું ઉલ્લંઘન કર્યું છે. નિવેદનમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે 'જેસનને ઇંગ્લેન્ડની આગામી બે મેચોમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યો છે જેમાં તે પસંદગી માટે લાયક હશે. આ સસ્પેન્શન 12 મહિના માટે પણ હોઈ શકે છે, પરંતુ તે તેમના વર્તન પર આધારિત છે. તેમના પર 2,500 પાઉન્ડનો દંડ પણ છે. જે તેમણે 31 માર્ચ 2022 સુધીમાં ચૂકવવો પડશે.

જેસન રોય IPL 2022માં ગુજરાત ટાઇટન્સ તરફથી રમવાનો હતો. રોયને આઈપીએલની હરાજીમાં ફ્રેન્ચાઈઝીએ 2 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. પરંતુ આ ઓપનરે બાયો-બબલને ટાંકીને 15મી સિઝનમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું હતું. રોયના નિર્ણયથી દરેકને આશ્ચર્ય થયું કારણ કે તેણે તાજેતરમાં ક્વેટા ગ્લેડીયેટર્સ માટે પાકિસ્તાન સુપર લીગમાં ભાગ લીધો હતો. જ્યારે દિલ્હી કેપિટલ્સે તેને ખરીદ્યો ત્યારે રોય IPL 2020માંથી બહાર નીકળી ગયો હતો.

Next Story