Connect Gujarat
સ્પોર્ટ્સ

ટીમ ઈન્ડિયાને મોટો ફટકો, KL રાહુલ-અક્ષર પટેલ ઈજાના કારણે T20 સિરીઝમાંથી બહાર

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ODI બાદ T20 સિરીઝ રમવાની છે. 16 ફેબ્રુઆરીએ પ્રથમ મેચ કોલકાતામાં રમાશે.

ટીમ ઈન્ડિયાને મોટો ફટકો, KL રાહુલ-અક્ષર પટેલ ઈજાના કારણે T20 સિરીઝમાંથી બહાર
X

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ODI બાદ T20 સિરીઝ રમવાની છે. 16 ફેબ્રુઆરીએ પ્રથમ મેચ કોલકાતામાં રમાશે. પરંતુ તે પહેલા જ ટીમ ઈન્ડિયાને એક ઝટકો લાગ્યો છે. વાઇસ-કેપ્ટન કેએલ રાહુલ અને સ્પિનર અક્ષર પટેલ ઈજાના કારણે T20I શ્રેણીમાંથી બહાર થઈ ગયા છે. બીસીસીઆઈએ શુક્રવારે આ જાણકારી આપી છે. BCCI દ્વારા જારી કરવામાં આવેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ઉપ-કેપ્ટન કેએલ રાહુલને બીજી ODIમાં ફિલ્ડિંગ કરતી વખતે હેમસ્ટ્રિંગની સમસ્યા થઈ હતી જેના કારણે તે T20 શ્રેણીમાંથી બહાર થઈ ગયો છે.

જ્યારે અક્ષર પટેલે કોરોનામાંથી સાજા થયા બાદ ટ્રેનિંગ શરૂ કરી દીધી છે, ત્યારે તે T20 સિરીઝમાંથી પણ બહાર થઈ ગયો છે. બંને ખેલાડીઓ હવે બેંગ્લોરમાં નેશનલ ક્રિકેટ એકેડમી જશે જ્યાં બંને રિકવરીમાં સામેલ થશે. એનસીએના ડિરેક્ટર ભૂતપૂર્વ ક્રિકેટર વીવીએસ લક્ષ્મણ છે. કેએલ રાહુલ અને અક્ષર પટેલની જગ્યાએ ઋતુરાજ ગાયકવાડ, દીપક હુડાને ટી-20 સિરીઝ માટે ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે.

Next Story