Connect Gujarat
સ્પોર્ટ્સ

Ranji Trophy: મધ્યપ્રદેશે રચ્યો ઈતિહાસ, મુંબઇને 6 વિકેટે હરાવી પહેલીવાર રણજી ટ્રોફી જીતી

મધ્યપ્રદેશની ટીમે શાનદાર પ્રદર્શન કરીને રણજી ટ્રોફી 2021-22નો ખિતાબ જીત્યો છે. બેંગ્લોરના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાયેલી ફાઈનલ મેચમાં એમપીએ મુંબઈને છ વિકેટે હરાવ્યું હતું.

Ranji Trophy: મધ્યપ્રદેશે રચ્યો ઈતિહાસ, મુંબઇને 6 વિકેટે હરાવી પહેલીવાર રણજી ટ્રોફી જીતી
X

મધ્યપ્રદેશની ટીમે શાનદાર પ્રદર્શન કરીને રણજી ટ્રોફી 2021-22નો ખિતાબ જીત્યો છે. બેંગ્લોરના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાયેલી ફાઈનલ મેચમાં એમપીએ મુંબઈને છ વિકેટે હરાવ્યું હતું. મધ્યપ્રદેશે પ્રથમ વખત રણજી ટ્રોફીનો ખિતાબ જીત્યો છે. આ પહેલા તે 1999માં ચંદ્રકાત પંડિતની કપ્તાનીમાં ફાઇનલમાં પહોંચી હતી. જ્યાં તેને કર્ણાટક દ્વારા 96 રને પરાજય મળ્યો હતો. એ જ ચંદ્રકાત પંડિત હાલમાં MP ના મુખ્ય કોચ છે.

પાંચમા દિવસના શરૂઆતના સત્રમાં જ મુંબઈએ તેની બાકીની આઠ વિકેટ ગુમાવી દીધી હતી. જેના કારણે મુંબઈનો બીજો દાવ 269 રનમાં સમેટાઈ ગયો હતો. મુંબઈ તરફથી બીજી ઈનિંગમાં સુવેદ પારકરે 51 રનનું યોગદાન આપ્યું હતું. આ સાથે જ ટીમ માટે સરફરાઝે 45 અને કેપ્ટન પૃથ્વી શોએ 44 રન બનાવ્યા હતા. એમપી માટે કુમાર કાર્તિકેયે સૌથી વધુ ચાર વિકેટ લીધી હતી. એમપીએ 108 રનનો ટાર્ગેટ સરળતાથી મેળવી લીધો હતો. એમપી માટે હિમાંશુ મંત્રીએ બીજી ઇનિંગમાં સૌથી વધુ 37 રનનું યોગદાન આપ્યું હતું. બીજી તરફ શુભમ શર્મા અને રજત પાટીદારે 30-30 રનની ઇનિંગ રમી હતી.

Next Story