Connect Gujarat
સ્પોર્ટ્સ

સૌરવ ગાંગુલી બન્યા ICC ક્રિકેટ કમિટીના અધ્યક્ષ, દાદા હવે અનિલ કુંબલેની જગ્યા લેશે...

BCCIના અધ્યક્ષ સૌરવ ગાંગુલીને ICC મેંસ ક્રિકેટ કમિટીના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. તે અનિલ કુંબલેની જગ્યા લેશે

સૌરવ ગાંગુલી બન્યા ICC ક્રિકેટ કમિટીના અધ્યક્ષ, દાદા હવે અનિલ કુંબલેની જગ્યા લેશે...
X

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન અને હાલના BCCIના અધ્યક્ષ સૌરવ ગાંગુલીને ICC મેંસ ક્રિકેટ કમિટીના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. તે અનિલ કુંબલેની જગ્યા લેશે. તે 9 વર્ષ સુધી આ જ પદ પર રહ્યા છે. કુંબલે 3-3 વર્ષના 3 કાર્યકાળ પુરા કરી ચૂક્યા હતા. હવે તે આ પદ પર આનાથી વધુ સમય સુધી રહી શકે તેમ નહોતા. કુંબલે BCCI અધ્યક્ષ સૌરવ ગાંગુલીના નજીકના વ્યક્તિ રહ્યા છે, તે ભારતના ટેસ્ટ કેપ્ટન પણ રહી ચૂક્યા છે. હાલ તેઓ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સમિતિ ખેલની પરિસ્થિતિઓ અને નિયમોની દેખરેખ કરે છે.

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના હાલના અધ્યક્ષ સૌરવ ગાંગુલીની ગણતરી ભારતના સૌથી સફળ કેપ્ટનમાં કરવામાં આવે છે. વર્ષ 1996માં લોર્ડસ પર ડેબ્યુ કરતા તેમણે ઈંગ્લેન્ડ વિરુદ્ધ સેન્ચુરી લગાવી હતી. ગાંગુલીએ 49 ટેસ્ટ અને 146 વન-ડે મેચમાં ભારતની કેપ્ટનશીપ કરી હતી. ભારતીય ટીમને વિદેશી ધરતી પર લડવાનું સૌરવ ગાંગુલીએ જ શીખવાડ્યું હતું. તેમણે તેમની કેપ્ટનશીપમાં 49 ટેસ્ટ મેચમાંથી 21માં જીત પ્રાપ્ત કરી હતી, જ્યારે 146 વન-ડેમાંથી 76 મેચ જીતવામાં તે સફળ રહ્યા હતા. પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીએ ભારત માટે 113 ટેસ્ટ મેચ રમી 7212 રન બનાવ્યા હતા. ટેસ્ટમાં ગાંગુલીના નામે 16 સેન્ચુરી અને 35 હાફ સેન્ચુરી નોંધાઈ છે. ક્રિકેટના સૌથી મોટા ફોર્મેટમાં 239 રન તેમનો સર્વોચ્ચ સ્કોર રહ્યો છે. તેમણે 311 વન-ડે મેચમાં પણ ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. વન-ડેમાં તેમણે 11363 રન બનાવ્યા હતા. વન-ડે મેચમાં ગાંગુલીનો બેસ્ટ સ્કોર 183 રન રહ્યો હતો. વન-ડે મેચમાં ગાંગુલીએ 22 સેન્ચુરી સહિત 72 અડધી સદી પણ ફટકારી છે, ત્યારે હવે ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન અને હાલના BCCIના અધ્યક્ષ સૌરવ ગાંગુલીને ICC મેંસ ક્રિકેટ કમિટીના અધ્યક્ષ બનાવતા ક્રિકેટ રસિકોમાં આનંદની લાગણી છવાય છે.

Next Story