Connect Gujarat
સ્પોર્ટ્સ

T20 વર્લ્ડકપ: પાકિસ્તાનનો આ બેટ્સમેન 2 દિવસ પહેલા હોસ્પિટલમાં હતો, ન્યુઝીલેન્ડ સામેની મેચમાં કરી ફટકાબાજી

મોહમ્મદ રિઝવાને આ મેચમાં 52 બોલનો સામનો કરીને 67 રનની ઈનિંગ રમી હતી. ટી-20 ઈન્ટરનેશનલમાં 1000 રન પૂરા કર્યા.

T20 વર્લ્ડકપ: પાકિસ્તાનનો આ બેટ્સમેન 2 દિવસ પહેલા હોસ્પિટલમાં હતો, ન્યુઝીલેન્ડ સામેની મેચમાં કરી ફટકાબાજી
X

ભલે પાકિસ્તાન T20 વર્લ્ડ કપ 2021માં ઓસ્ટ્રેલિયા સામે સેમીફાઈનલ હારી ગયું હોય, પરંતુ તેના વિકેટ કીપર બેટ્સમેન મોહમ્મદ રિઝવાનના વખાણ થઈ રહ્યા છે. મોહમ્મદ રિઝવાનની આ પ્રતિબદ્ધતા અંગે પાકિસ્તાનના પૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તરે હોસ્પિટલનો ફોટો શેર કરતા ટ્વિટ કર્યું હતું. શોએબ અખ્તરે લખ્યું કે, શું તમે કલ્પના કરી શકો છો કે આ વ્યક્તિ આજે તેના દેશ માટે રમ્યો અને પોતાનું સર્વશ્રેષ્ઠ આપ્યું. રિઝવાનના રમવા પર શંકા હતી મોહમ્મદ રિઝવાનને મેચ પહેલા બે દિવસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, તે મેચ પ્રેક્ટિસમાં પણ ગયો ન હતો. જે બાદ અટકળો લગાવવામાં આવી રહી હતી કે તે કદાચ સેમીફાઈલમાં રમી શકશે નહીં. પાકિસ્તાની ટીમના કોચ મેથ્યુ હેડને કહ્યું હતું કે તે ફ્લૂ સામે લડી રહ્યો છે.


હેડને જણાવ્યું હતું કે તેના ફેફસામાં થોડી સમસ્યા છે. મોહમ્મદ રિઝવાને આ મેચમાં 52 બોલનો સામનો કરીને 67 રનની ઈનિંગ રમી હતી. આ દરમિયાન તેણે એક કેલેન્ડર વર્ષમાં ટી-20 ઈન્ટરનેશનલમાં 1000 રન પૂરા કર્યા. આ કારનામું કરનાર તે વિશ્વનો પ્રથમ બેટ્સમેન છે. આ વર્ષે મોહમ્મદ રિઝવાને 23 ટી-20 મેચ રમીને 1033 રન બનાવ્યા છે. બીજા નંબર પર પાકિસ્તાનનો બાબર આઝમ છે. જેણે એટલી જ મેચોમાં 826 રન બનાવ્યા છે. અત્યાર સુધી, આ T20 ઇન્ટરનેશનલમાં એક કેલેન્ડર વર્ષમાં સૌથી વધુ રન બનાવનાર બે બેટ્સમેન છે. પાકિસ્તાનની વિકેટ કીપર બેટ્સમેન મોહમ્મદ રિઝવાને આ સમગ્ર વિશ્વ કપમાં શાનદાર બેટિંગ કરી છે. તેણે ભારત સામે પ્રથમ મેચમાં અણનમ 79 રન બનાવ્યા હતાં. તેણે આ વર્લ્ડકપમાં 6 મેચ રમીને 281 રન બનાવ્યા છે.

Next Story