Connect Gujarat
સ્પોર્ટ્સ

ટીમ ઈન્ડિયાએ બીજી મેચમાં વિન્ડીઝને 44 રને હરાવી ODI સિરીઝ પર કર્યો કબજો

ભારતીય ટીમે વેસ્ટ ઈન્ડિઝને તેના જ ઘર આંગણે બીજી વનડેમાં 44 રને હરાવ્યું હતું. આ સાથે ત્રણ મેચની સિરીઝ 2-0થી કબજે કરી લીધી છે.

ટીમ ઈન્ડિયાએ બીજી મેચમાં વિન્ડીઝને 44 રને હરાવી ODI સિરીઝ પર કર્યો કબજો
X

ભારતીય ટીમે વેસ્ટ ઈન્ડિઝને તેના જ ઘર આંગણે બીજી વનડેમાં 44 રને હરાવ્યું હતું. આ સાથે ત્રણ મેચની સિરીઝ 2-0થી કબજે કરી લીધી છે. હવે આ શ્રેણીની ત્રીજી અને છેલ્લી મેચ 11 ફેબ્રુઆરીએ રમાશે. તમામ મેચો અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ રહી છે. બીજી વનડેમાં ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા ભારતીય ટીમે 9 વિકેટે 237 રન બનાવ્યા હતા. જવાબમાં વેસ્ટ ઈન્ડિઝની ટીમ 46 ઓવરમાં 193 રન જ બનાવી શકી હતી. વિન્ડીઝ તરફથી સમર્થ બ્રુક્સે 44 રન બનાવ્યા હતા. ટીમ ઈન્ડિયા માટે ફાસ્ટ બોલર પ્રખ્યાત કૃષ્ણાએ સૌથી વધુ 4 વિકેટ લીધી હતી. શાર્દુલ ઠાકુરે બે સફળતા હાંસલ કરી હતી. મોહમ્મદ સિરાજ, યુઝવેન્દ્ર ચહલ, વોશિંગ્ટન સુંદર અને દીપક હુડાને 1-1 વિકેટ મળી હતી.

Next Story