Connect Gujarat
સ્પોર્ટ્સ

કોહલીની કેપ્ટનશિપ પર ખતરો ? વાંચો કેપ્ટન તરીકે કોણ કોણ રેસમાં

વિરાટ કોહલી પાસે કેપ્ટન તરીકે પોતાની જાત સાબિત કરવા માટે ખુબ ઓછો સમય વધ્યો છે.

કોહલીની કેપ્ટનશિપ પર ખતરો ? વાંચો  કેપ્ટન તરીકે કોણ કોણ રેસમાં
X

વિરાટ કોહલી પાસે કેપ્ટન તરીકે પોતાની જાત સાબિત કરવા માટે ખુબ ઓછો સમય વધ્યો છે ત્યારે જો તે એક પણ ટ્રોફી નહી લાવી શકે તો કપ્તાની જઇ શકે છે.2023 વન ડે વર્લ્ડ કપ બાદ વિરાટ કોહલીની ઉંમર 34-35 વર્ષ થઇ જશે. તેવામાં ભારતીય ટીમને એક નવા કપ્તાનની જરૂર પડશે. 3 ધાકડ ક્રિકેટર છે જે વિરાટની જગ્યા લઇ શકે છે. ઋષભ પંત ટીમ ઇન્ડિયાનો કેપ્ટન બની શકે છે.

છેલ્લા કેટલાક સમયમાં પંતે શાનદાર પ્રદર્શન કર્યુ છે અને તેના કારણે ત્રણેય ફોર્મેટમાં તેની જગ્યા પાક્કી થઇ ગઇ છે. પંત પાસે એક સ્માર્ટ મગજ છે. જેના દ્વારા તે ટીમને ઉંચાઇ સુધી પહોંચાડી શકે છે. શુભમન ગીલે ભારત તરફથી ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર ડેબ્યુ કર્યુ હતુ. શુભમને પોતાના શાનદાર ટેલેન્ટનો પરચો બતાવ્યો હતો અને ટેસ્ટ સિરીઝ જીતવામાં પણ મહત્વની ભૂમિકા નિભાવી હતી.

શુભમન ગીલે 2019માં દેવધર ટ્રોફીમાં કપ્તાની કરી હતી. માટે શુભમન પણ કપ્તાનીનો પ્રબળ દાવેદાર છે. મુંબઇના 26 વર્ષીય ઐયરે ભારતીય ટીમ તરફથી ઇન્ટરનેશનલ રમવાની શરૂઆત 2017માં કરી હતી. કપ્તાનીની વાત કરવામાં આવે તો IPL 2018માં ઐયરને દિલ્હી ડેરડેવિલ્સ કે જે હવે દિલ્હી કેપિટલ્સ છે, તેનો કપ્તાન નિયુક્ત કરવામાં આવ્યો હતો.2023માં શ્રેયસ પણ પ્રબળ દાવેદાર છે.

Next Story